Gujarat Corona Update :  ગુજરાતમાં છેલ્લા એકે અઠવાડિયાથી કોરોના વાયરસ (Coronavirus)ના નવા કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. આજે  રાજ્યમાં  વધુ નવા 380 કેસ નોંધાયા છે.  આ સાથે જ રાજ્યમાં 209 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.  કોરોના સંક્રમણના કારણે રાજ્યમાં આજે એક પણ મોત નથી થયું. 


આજે ક્યાં કેટલા કેસ નોંધાયા 


રાજ્યમાં આજે નોંધાયેલા 416 કેસો (Gujarat Corona Update)માં સૌથી વધુ એટલે કે લગભગ 45 થી 50 ટકા કેસ માત્ર અમદાવાદ શહેરમાં નોંધાયા છે. રાજ્યમાં આજે અમદાવાદ શહેરમાં 155,  સુરત શહેરમાં 59 વડોદરા શહેરમાં 34,  નવસારી 16, સુરત15 કેસો નોંધાયા છે. અન્ય કેસો રાજ્યના વિવિધ શહેર-જિલ્લામાં નોંધાયા છે. 


209 દર્દીઓ સજા થયા, એક્ટિવ કેસ 2098 થયા
 
રાજ્યમાં આજે 23 જૂને કોરોનાથી મુક્ત થઇને 209 દર્દીઓ સાજા થયા છે, રાજ્યમાં અત્યાર સુધીમાં 12,16,245 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં આજે એક્ટિવ કેસ 2098 થયા છે, જેમાં 03 દર્દીઓ વેન્ટિલેટર પર છે, જયારે 2095 દર્દીઓ સારવાર હેઠળ છે. આજે રાજ્યમાં કોરોના વાયરસના કારણે એક પણ મૃત્યુ થયાના સમાચાર નથી.


રાજધાની દિલ્હીમાં કોરોનાના કેસ


રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં કોરોનાના 1447 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાંસંક્રમણના કારણે વધુ એક દર્દીનું મોત થયું છે. દિલ્હીમાં કોરોના સંક્રમણ દર એટલે કે સકારાત્મકતા દરમાં ઘટાડો થયો છે અને તે ઘટીને 5.98 ટકા પર આવી ગયો છે. ગુરુવારે દિલ્હીમાં કોરોનાના 1934 નવા કેસ નોંધાયા હતા અને ચેપ દર 8.10 ટકા હતો. બુધવારે, દિલ્હીમાં કોરોનાના 928 કેસ નોંધાયા હતા, જે 7.08 ટકાના ચેપ દર સાથે એક સપ્તાહમાં સૌથી ઓછો હતો.


દિલ્હી સરકાર દ્વારા જારી કરવામાં આવેલા હેલ્થ બુલેટિન અનુસાર, છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં 24203 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. એક દિવસમાં સારવાર બાદ સાજા થયેલા દર્દીઓની સંખ્યા 1694 હતી. હોમ આઇસોલેશનમાં 3790 દર્દીઓ છે. હોસ્પિટલમાં 270 કોવિડ દર્દીઓ દાખલ છે.



દેશમાં કોરોનાના કેસ



ભારતમાં પણ કોરોનાના કેસમાં નોંધપાત્ર વધારો થયો છે. દેશમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોવિડ-19ના 17,336 નવા કેસ નોંધાયા છે. કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા વધીને 88,284 થઈ ગઈ છે. આ પહેલા ગુરુવારે દેશમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના 13,313 નવા કેસ નોંધાયા હતા. ગુરુવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 38 લોકોના મોત થયા છે.