Gujarat Corona Case Update: ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસથી કોરોના વાયરસના કેસ 300ની આસપાસ  સામે આવી રહ્યા છે.   આજે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 392 કેસ સામે આવ્યા છે. આમ હવે 400ની આસપાસ કેસ પહોંચી જતા તંત્ર એલર્ટ બન્યું છે. 


જો કે, ચોંકાવનારી વાત એ પણ છે કેસ આજે ગીર સોમનાથમાં  1 મોત પણ થયું છે. જો કેસની વાત કરીએ તો, અમદાવાદ શહેરમાં 142 કેસ નોંધાયા છે.  મહેસાણામાં 35  કેસ, વડોદરા 30 કેસ, વડોદરા કોર્પોરેશનમાં 28 કેસ,  સુરત શહેરમાં 27 કેસ   નોંધાયા છે. 


રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 98.97 ટકા નોંધાયો છે. તેમજ આજે 258 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. હાલ રાજ્યમાં 2220 કોરોનાના એક્ટિવ કેસ છે. તેમજ 03 દર્દીઓ વેન્ટીલેટર પર છે.   



Maharashtra Covid Update: મહારાષ્ટ્રમાં સતત ત્રીજા દિવસે કોરોનાના એક હજારથી વધુ નવા કેસ નોંધાયા


મહારાષ્ટ્રમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. શુક્રવારે (14 એપ્રિલ) મહારાષ્ટ્રમાં 1152 નવા કેસ નોંધાયા હતા. નવા કેસ નોંધાતા  રાજ્યમાં સક્રિય કેસોની સંખ્યા વધીને 5928 થઈ ગઈ છે.  આ સંક્રમણના કારણે ચાર લોકોના મોત પણ થયા છે. આ સતત ત્રીજો દિવસ છે જ્યારે મહારાષ્ટ્રમાં કોરોનાના એક હજારથી વધુ કેસ સામે આવ્યા છે. ગુરુવારે (13 એપ્રિલ) રાજ્યમાં કોરોનાના 1086 નવા કોરોના કેસ નોંધાયા હતા અને એક વ્યક્તિનું મોત થયું હતું. બુધવારે (12 એપ્રિલ) રાજ્યમાં કોરોના સંક્રમણના 1,115 નવા કેસ નોંધાયા હતા.


છેલ્લા 24 કલાકમાં 920 લોકો સારવાર બાદ સ્વસ્થ થયા છે


મહારાષ્ટ્ર સરકાર દ્વારા જાહેર  કરાયેલા કોરોના બુલેટિન મુજબ છેલ્લા 24 કલાકમાં 920 લોકો સારવાર બાદ સ્વસ્થ થયા છે. મહારાષ્ટ્રમાં 14 એપ્રિલ સુધી 80 લાખ 126 લોકો સારવાર બાદ કોરોનાથી સાજા થયા છે. રાજ્યમાં કોરોનામાંથી રિકવરીનો દર એટલે કે રિકવરી રેટ 98.11 ટકા છે. સૌથી વધુ સક્રિય કેસ મુંબઈમાં છે. મુંબઈમાં કોરોનાના 1643 સક્રિય કેસ છે. થાણેમાં 1056 સક્રિય કેસ છે.


મુંબઈમાં છેલ્લા 10 દિવસમાં કોરોનાના કેસ









4 એપ્રિલના રોજ 218 કોરોના કેસ નોંધાયા હતા અને કોઈ મૃત્યુ થયું ન હતું.
5 એપ્રિલે શહેરમાં કોરોનાના 221 કેસ નોંધાયા હતા અને એક દર્દીનું મોત થયું હતું.
6 એપ્રિલે કોરોનાના 216 કેસ નોંધાયા હતા અને 1 મૃત્યુ થયું હતું.
7 એપ્રિલે 276 કેસ નોંધાયા હતા અને કોઈ મૃત્યુ થયું ન હતું.
8મી એપ્રિલે 207 કેસ નોંધાયા હતા અને કોઈ મૃત્યુ થયું ન હતું.
9 એપ્રિલે, 221 કેસ નોંધાયા હતા અને કોઈ મૃત્યુ થયું ન હતું.
10 એપ્રિલે 95 કેસ નોંધાયા હતા અને કોઈ મૃત્યુ થયું ન હતું.
11 એપ્રિલના રોજ  શહેરમાં કોરોનાના 242 કેસ નોંધાયા હતા અને એક પણ મૃત્યુ થયું ન હતું.
12 એપ્રિલે 320 કોરોના કેસ સામે આવ્યા હતા.
13 એપ્રિલે મુંબઈમાં 274 નવા કેસ નોંધાયા હતા.