સવારના 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીમાં ગુજરાતના 18 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો હતો જેમાં સૌથી વધુ વરસાદ કચ્છના માંડવીમાં નોંધાયો હતો. કચ્છના માંડવીમાં માત્ર 2 કલાકમાં જ 4 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે જૂનાગઢના કેશોદમાં પણ દોઢ ઈંચ વરસાદ નોંધાયો હતો. માંડવીમાં ધોધમાર વરસાદને પગલે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળ્યું હતું.
હવામાન વિભાગની આગાહી વચ્ચે કચ્છના માંડવીમાં સવાર 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીમાં ચાર ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો જેના કારણે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળ્યું હતું. ભારે વરસાદના પગલે માંડવીનું ટોપણસર તળાવ ઓવરફ્લો થયું હતું. માંડવીમાં માત્ર બે દિવસમાં 324 મીમી વરસાદ નોંધાયો હતો.
કચ્છમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ જોવા મળ્યો હતો. માંડવીના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો હતો. જેમાં કોડાય, તલવાના, ભોજાય, નાની ખાખરા, મોટા સલાયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો. સતત વરસાદના પગલે તળાવ અને ચેકડેમમાં નવા નીરની આવક જોવા મળી હતી.
આજે સવારે ગુજરાતના આ શહેરમાં માત્ર બે કલાકમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો? જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
22 Jun 2020 09:43 AM (IST)
સવારના 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીમાં ગુજરાતના 18 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો હતો જેમાં સૌથી વધુ વરસાદ કચ્છના માંડવીમાં નોંધાયો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -