મોડાસામાં કરૂણ ઘટના બની હતી. મળતી જાણકારી અનુસાર, મોડાસા-અમદાવાદ રોડ પર કરુણ ઘટના બની હતી. એમ્બ્યુલન્સમાં આગ લાગતા ડોક્ટર, નર્સ, નવજાત અને પિતાનું મોત થયું છે. એક દિવસના નવજાતને સારવાર માટે અમદાવાદ લવાઈ રહ્યો હતો ત્યારે રાણા સૈયદ પાસે પેટ્રોલ પંપ સામે આગ લાગી હતી. મહીસાગર જિલ્લાની મહિલાની મોડાસામાં પ્રસૂતિ થઈ હતી. અન્ય બે લોકોને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડાયા હતા. મોડાસા પાલિકાની ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવાયો હતો. એમ્બ્યુલન્સમાં આગ લાગવાનું કારણ અકબંધ છે. ડોક્ટર રાજ રેટિંયા, નર્સ ભાવિકાબેન મનાતનું મોત થયું હતું. 

Continues below advertisement

વહેલી પરોઢે એમ્બ્યુલન્સમાં ભીષણ આગ લાગી હતી. આ દુર્ઘટનામાં એક નવજાત બાળક સહિત ચાર લોકો જીવતા ભડથું થઈ ગયા. મહીસાગર જિલ્લાની એક મહિલાને પ્રસુતિ માટે મોડાસાની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવી હતી. મહિલાએ બાળકને જન્મ આપ્યા બાદ તેની તબિયત ગંભીર જણાતા તેને વધુ સારવાર માટે અમદાવાદ લઈ જવામાં આવી રહ્યું હતુ. આગની આ ઘટના પેટ્રોલપંપ પર લાગેલા સીસીટીવીમાં કેદ થઈ છે. ઘટનામાં મૃત્યુ પામેલા ડોક્ટરનું નામ રાજ રેટિયા છે. જ્યારે નર્સનું નામ ભાવિકા મનાત છે. ઘટનાની જાણ થતા જ ફાયર ફાઈટરની ટીમ પણ સ્થળ પર દોડી આવી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો હતો. આગ એટલી ભીષણ હતી કે આખી એમ્બ્યુલન્સ બળીને ખાખ થઈ ગઈ હતી. આ એમ્બ્યુલન્સમાં આગ કયા કારણોસર લાગી તે અંગેનું ચોક્કસ કારણ હજુ અકબંધ છે, મોડાસા ટાઉન પોલીસે આ સમગ્ર ઘટના અંગેની તપાસ હાથ ધરી છે. 

વિસનગર-મહેસાણા હાઈવે પર હિટ એન્ડ રનની ઘટના બની હતી. બાસણા ગામ નજીક કાર ચાલકે ટુવ્હીલર ચાલકને ટક્કર મારી હતી. અકસ્માત બાદ ટુવ્હીલરમાં આગ લાગી હતી. અકસ્માત બાદ કાર ચાલક ફરાર થયો હતો. ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. 

Continues below advertisement

જાણકારી અનુસાર, સ્થાનિક લોકોએ તાત્કાલિક મોડાસા મ્યુનિસિપલ ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયર ફાઇટર ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. સ્થાનિક પોલીસે બે અન્ય ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. આ ભયાનક ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં પેટ્રોલ પંપ પાસે એમ્બ્યુલન્સ સળગતી દેખાઈ રહી છે.

નર્સ ભાવિકાબેન મનાત (22) અને ડૉક્ટર રાજ રેટિયા (35) મૂળ હિંમતનગરના ચિથોરા ગામના અને હાલમાં અમદાવાદની એક હોસ્પિટલમાં કાર્યરત હતા. એક નવજાત બાળક પણ આગમાંથી બચી ગયું, જ્યારે બાળકના પિતા ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે. સ્થાનિક પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે. પ્રારંભિક અંદાજ મુજબ આગ એમ્બ્યુલન્સમાં ટેકનિકલ ખામી અથવા શોર્ટ સર્કિટને કારણે લાગી હોઈ શકે છે, જોકે તપાસ બાદ જ આ વાતની પુષ્ટી થશે.