Dwarka News: દ્વારકામાં 31 માર્ચની સવાર એક પરિવાર માટે કાળ બની આવી. અહીં  આદિત્ય રોડ પર આવેલા એક મકાનમાં અચાનક ભીષણ આગ લાગતા પરિવાર આગમાં ભૂજાઇ ગયો. પરિવારના ચારેય લોકો જીવતા સળગતા કમકમાટી ભર્યો મોત નિપજ્યા છે. આગ વહેલી સવારે ચાર વાગ્યે લાગી હતી. આગમાં બે મહિલા, એક પુરૂષ અને એક બાળકનું મોત થયું છે.




આ ઘટનામાં મૃત્યુ પામેલા લોકોમાં પાવન કમલેશ ઉપાધ્યાય (30), તિથિ પવાન ઉપાધ્યાય (27), ધ્યાના (7 માસ), ભામિનીબેન કમલેશભાઈ ઉપાધ્યાય (પાવનના માતા)ના મોત થયા છે.  આગ એટલી ભીષણ હતી કે ઘરના ઉપરના માળની દિવાલો પણ કાળી ડિંબાગ થઇ ગઇ હતી.




ઘટનાની જાણ થતાં નગર પાલિકાના ફાયર વિભાગની ટીમ  ઘટનાસ્થળ પર પહોંચી  હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો જો કે દુર્ભાગ્યવશ પરિવારના સભ્યોને ન બચાવી શકાયા. ચારેયના મૃતદેહને હોસ્પિટલ પીએમ મોટી લઇ જવાયા હતા. જ્યાં ગૂગળી પરિવારના સભ્યો એકઠા થયા હતા.




આખા પરિવાનો આવો કરૂણ અંજામથી સમગ્ર ગુગળી સમાજમાં પણ શોકની લાગણી વ્યાપી ગઇ છે. અચાનક રાત્રે આવી વિકરાળ આગ કેવી રીતે લાગી તે અંગેનું કારણ હજું સુધી સામે આવ્યું નથી.