ભરૂચ: કેલોદ પાસે ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. કાર અને ટ્રક વચ્ચે થયેલા આ અકસ્માતમાં 4 લોકોના મોત થયા છે. જ્યારે કેટલાકને ગંભીર ઈજા પણ પહોંચી છે. અકસ્માતની ઘટનાને લઈને ચકચાર મચી જવા પામી હતી.
ભરૂચના કેલોદ નજીક ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ચારના ઘટના સ્થળે મોત નિપજતા શોકનો માહોલ સર્જાયો હતો. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર આમોદના સુડી ગામના યુવાનોને અકસ્માત નડ્યો છે. અકસ્માતની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ભરૂચ નોકરી પરથી પરત ફરતા હતા તે સમયે કારમાં સવાર લોકોને કેલોદ પાસે અકસ્માત નડ્યો હતો.
બિહાર રેલ દુર્ઘટનામાં મૃતકના પરિજન અને ઇજાગ્રસ્ત માટે સરકારે જાહેર કરી સહાય રકમ
આનંદ વિહાર ટર્મિનસથી કામાખ્યા જતી ટ્રેન નંબર 12506 નોર્થ ઈસ્ટ એક્સપ્રેસ 11 ઓક્ટોબરના રોજ રાત્રે 09.53 કલાકે દાનાપુર ડિવિઝનના રઘુનાથપુર સ્ટેશન પાસે અકસ્માતનો ભોગ બની હતી. જેમાં ટ્રેનના 23 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં ચાર મુસાફરોના મોત થયા હતા. 05 મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા હતા અને 25 મુસાફરોને સામાન્ય ઇજા થઇ હતી.
દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં માર્યા ગયેલા મુસાફરોના પરિવારજનોને રેલવેએ 10-10 લાખ રૂપિયાની સહાય રકમ તેમજ અકસ્માતમાં ઘાયલ થયેલા મુસાફરોને 50,000 રૂપિયા આપવાની જાહેરાત કરી છે. બિહારના બક્સરમાં ટ્રેન દુર્ઘટનામાં માર્યા ગયેલા અને ઘાયલ થયેલા લોકોને રેલવે દ્વારા અનુગ્રહ રાશિ આપવામાં આવી હતી. મૃતકોના પરિવારને 10-10 લાખ રૂપિયા અને ઘાયલોના પરિવારને 50-50 હજાર રૂપિયા આપવામાં આવશે. એટલું જ નહીં, બિહાર સરકારે પણ જાહેરાત કરી છે કે, ટ્રેન દુર્ઘટનામાં માર્યા ગયેલા દરેકને 4 લાખ રૂપિયાની અનુગ્રહ રાશિ આપવામાં આવી છે.
રેલવે દ્વારા જાહેર કરાયેલા પત્ર દ્વારા કહેવામાં આવ્યું છે કે આનંદ વિહાર ટર્મિનસથી કામાખ્યા જતી ટ્રેન નંબર 12506 નોર્થ ઈસ્ટ એક્સપ્રેસ 11 ઓક્ટોબરના રોજ રાત્રે 09.53 કલાકે દાનાપુર ડિવિઝનના રઘુનાથપુર સ્ટેશન પાસે અકસ્માતનો ભોગ બની હતી. જેમાં ટ્રેનના 23 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં ચાર મુસાફરોના મોત થયા હતા. 05 મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા હતા અને 25 મુસાફરોને સામાન્ય ઇજા થઇ હતી. રેલવે પ્રશાસને આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં માર્યા ગયેલા મુસાફરોના પરિવારજનોને 10-10 લાખ રૂપિયાની અનુગ્રહ રાશિની જાહેરાત કરી છે. અકસ્માતમાં ઘાયલ થયેલા મુસાફરોને 50,000 રૂપિયા તરીકે આપવામાં આવશે. વિશેષ વ્યવસ્થા હેઠળ, તમામ મુસાફરોને સ્થળથી ગંતવ્ય સ્થાન સુધી મુસાફરી કરવા માટે રઘુનાથપુરથી વિશેષ ટ્રેન શરૂ કરવામાં આવી હતી.