અરવલ્લીના મોડાસા તાલુકાના ગાજણ ગામે આર્થિક સંકડામણના કારણે એક જ પરિવારના 4 સભ્યોએ ઝાડ સાથે દોરડા બાંધીને આપઘાત કરી લેતા હડકંપ મચી ગયો છે. એક જ પરિવારનાં 4 લોકો ઝાડ પર દોરડા બાંધીને આપધાત કરી લીધો છે. ગળેફાંસો ખાઇને આપઘાત કરનારાઓમાં બે માસુમ બાળકોનો પણ સમાવેશ થાય છે. બે યુવાનો અને બે બાળકો સહિત આખા પરિવારના ચાર લોકોએ આર્થિક સંકળામણથી કંટાળીને આપઘાત કર્યો હોવાનું લોકોમાં અનુમાન છે.

ઉલ્લેખનીય છે કે, આપઘાતની ઘટના અંગે માહિતી મળતા જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તમામના મૃતદેહોને ઝાડ પરથી ઉતારીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા હતા. ઘટના અંગેનું પંચનામું કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જો કે એક જ પરિવારનાં ચાર લોકોએ આત્મહત્યા કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.