રાજ્યમાં હાલ 9477 એક્ટિવ કેસ છે, જ્યારે અત્યાર સુધી કુલ 2,2,722 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ 62 દર્દી વેન્ટીલેટર પર છે અને 9415 લોકો સ્ટેબલ છે.
ક્યાં કેટલા થયા મોત
રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 3 અને સુરત કોર્પોરેશનમાં-1 અને વડોદરામાં 1 મોત સાથે કુલ 5 લોકોના કોરોનાથી મોત નીપજ્યા હતા.
ક્યાં કેટલા નોંધાયા કેસ
અમદાવાદ કોર્પોરેશનમાં 147, સુરત કોર્પોરેશનમાં 105, વડોદરા કોર્પોરેશનમાં 101, રાજકોટ કોર્પોરેશનમાં 51, સુરત 37,વડોદરા-30, કચ્છ 26, રાજકોટ-24, પંચમહાલ 19, દાહોદ 18, આણંદ 15, ખેડા 14, મહેસાણા 14, ભરૂચ 10 કેસ નોંધાયા હતા.
આજે કેટલા દર્દી થયા સાજા
રાજ્યમાં આજે કુલ 922 દર્દી સાજા થયા હતા અને 52,980 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 97,59,280 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 94.41 ટકા છે.