Gift City expansion: ગિફ્ટ સીટીમાં દારૂને લીલી ઝંડી મળ્યા બાદ ગિફ્ટ સતત ચર્ચામાં છે. ગિફ્ટ સિટીના વિકાસ માટે વધુ એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગાંધીનગરના આ ગિફ્ટ સિટીનું વિસ્તરણ કરવા માટે અને વધુ વિકાસ માટે આ સિટીમાં ગાંધીનગરના 4 તાલુકાને સમાવવમાં આવશે. ઉલ્લેખનિય છે કે, 122 એકર વિસ્તાર ગિફ્ટ સિટીની અંદર આવરી લેવામાં આવશે. હાલ ગિફ્ટ સિટી  35 એકરમાં વિસ્તરિત છે. આગામી દિવસોમાં ગિફ્ટ સિટીનો વિસ્તાર વધારીને  157 એકર કરવાનો નિર્ધારિત છે. વિસ્તારને વધારવા માટે ગાંધીનગર તાલુકાના ચાર ગામનો ગિફ્ટ સિટીમાં કરવામાં આવે તેવી માહિતી સૂત્રો દ્રારા મળી છે.શાહપુર, ડભોડા, લવારપુર અને વલાદ ગામ ગિફ્ટ સિટીમાં ભેળવવામાં આવી શકે છે. સૂત્રો દ્રારા મળતી માહિતી મુજબ અહીં ગિફ્ટ સિટીની અંદર મિની એયરપોર્ટનું  પણ  નિર્માણ કરવામાં આવશે, ઉપરાંત ગિફ્ટ સિટીની અંદર  ચારથી છ ફાઈવ સ્ટાર હોટલ બનશે.


ઉલ્લેખનિય છે કે,ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં શુક્રવારે  નશાબંધી અને આબકારી વિભાગે દારૂ વહેંચવા અને પીવા પર મંજૂરની મોહર મૂકી છે. જો કે આ નિર્ણય બાદ ખાસ નિયમો અને કાયદાને લઇને લોકોમાં મૂંઝવણ સેવાઇ રહી છે. લોકોને સવાલ છે કે, ગિફ્ટ સિટીમાં દારૂ પીને બહાર જનાર વ્યક્તિ કાયદાનું ઉલ્લંઘન કરે છે કારણ કે ગુજરાત   ડ્રાય સ્ટેટ હોવાથી અહી દારૂ પીને રાજ્યમાં પ્રવેશ પર પ્રતિબંધ છે.


ઉલ્લેખનિય છે કે, ગિફ્ટ સિટીમાં દારૂ પીવાશે, પરંતુ પીધા બાદ બહાર આવવાને લઈને સસ્પેન્સ છે. નશાબંધીની ધારા 24-1-ખ અંતર્ગત દારૂ પીને ગુજરાતમાં પ્રવેશ પર પ્રતિબંધ છે. આ મામલે વિગતવાર ટૂંક સમયમાં જાહેર  નોટિફિકેશન  જાહેર થઇ શકે છે. નોંધનિય છે કે, નશાબંધીની ધારા 24-1-ખને ધ્યાનમાં રાખી નિયમો  તૈયાર થશે.         


મુંબઈની જેમ ગિફ્ટ સિટીમાં પણ FL3 લાયસન્સ સાથે દારૂ પીરસવાનો પરવાનો આપવામાં આવ્યો છે. રાજ્યમાં હાલ FL1 અને FL2 પ્રકારના લાયસન્સ અપાયા છે. FL1  લાયસન્સ હોલ્ડરને દારૂ હોલસેલમાં વેચવાનો પરવાનો આપે છે. FL2 લાયસન્સ અંતર્ગત પરમિટ ધરાવનારાઓને રિટેલ દારૂ વેચવાનો પરવાનો મળે છે FL3 લાયસન્સ અંતર્ગત પરવાનાના નિયમો તૈયાર થઈ રહ્યા છે. ગિફ્ટ સિટીની હોટલ, ક્લબ, રેસ્ટોરન્ટોને  FL3 લાયસન્સના પરવાના હેઠળ દારૂ પીરસવામં આવશે.