આજે જે 46 નવા કેસ સામે આવ્યા છે તેમાં અમદાવાદમાં 11, પાટણમાં 2, વડોદરામાં 17, રાજકોટ 5, કચ્છ 2, ગાંધીનગર 1 અને ભાવનગરમાં 4 નવા કેસ સામે આવ્યા છે.
ગઈકાલ સાંજથી લઈને અત્યાર સુધીમાં 4 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે જ્યારે 2 લોકોના મૃત્યુ થયા છે જેમાં અમદાવાદના 40 વર્ષ પુરુષનું અને ગાંધીનગરમાં એક વ્યક્તિનું મોત થું છે.
આજે ભરૂચમાં પ્રથમ વખત 4 કેસ સામે આવ્યા છે. ત્યારે તંત્રએ આ ચેપ દર્દીને ક્યાંથી લાગ્યો છે તેને લઈને આદેશ આપ્યો છે.
ગુજરાતમાં જે 308 કેસ છે તેમાંથી 259 એક્ટિવ કેસ છે જેમાંથી 2 ક્રિટિકલ છે જ્યારે 257 સ્ટેબલ છે. જ્યારે 30 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ગુજરાતમાં કુલ મૃત્યુઆંક 19એ પહોંચ્યો છે.
ગઈકાલ સાંજથી લઈને અત્યાર સુધીમાં 978 સેમ્પલ ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા હતા જેમાં 67 પોઝિટિવ, 635 નેગેટિવ અને 276 સેમ્પલ પેન્ડિંગ છે.
ગુજરાતમાં જે 308 કેસ કોરોનાના આવ્યાછે તેમાંથી 33 કેસ વિદેશી આવેલ વ્યક્તિઓના છે. જ્યારે 32 કેસ આંતર રાજ્યથી ચેપ લાગેલ છે અને 243 કેસ લોકલ ટ્રાન્સમિશનથી લાગેલ છે જે ચિંતાનો વિષય છે.
ગુજરાતમાં ક્યાં કેટલા કેસ
અમદાવાદ 153
સુરત - 24
રાજકોટ - 18
વડોદરા - 39
ગાંધીનગર - 14
ભાવનગર - 22
કચ્છ - 4
મહેસાણા - 2
ગીર સોમનાથ - 2
પોરબંદર - 3
પંચમહાલ - 1
પાટણ - 14
છોટા ઉદેપુર - 2
જામનગર -1
મોરબી - 1
આણંદ - 2
સાબરકાંઠા - 1
દાહોદા - 1
ભરૂચ - 4