Gujarat Weather Update:રાજ્યમાં ઠંડીનો ચમકારો વધ્યો છે. પાંચ શહેરોમાં લઘુતમ તાપમાન 10 ડિગ્રીથી નીચું નોંધાયું ગયું છે. જ્યારે છ ડિગ્રી સાથે અમરેલી સૌથી ઠંડુંગાર શહેર રહ્યું.તો અમદાવાદમાં
ઉત્તરાયણની રાત સિઝનની સૌથી ઠંડી બની રહી હતી. ગુરુવારે રાત્રે અમદાવાદમાં 11.5 ડિગ્રી સરેરાશ લઘુતમ તાપમાન નોંધાયું. ગઈકાલ રાત્રિના સૂસવાટાભર્યા પવનથી ઠંડીનીતિવ્રતા વધારે રહી તો રાજકોટમાં 8.4, પોરબંદરમાં 8.9, ડીસામાં 9.3, નલિયામાં 9.6, વડોદરામાં 10 ડિગ્રી, ગાંધીનગરમાં 10.5, ભાવનગરમાં 10.6,ભુજમાં 12.4 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગ મુજબ આગામી 3 દિવસ હજુ કડકડતી ઠંડી પડી શકે છે. ઉત્તર ભારતના ઠંડા પવનના કારણે ઠંડીનું જોર રહેશે.
ગુજરાતના માટોભાગના જિલ્લામાં તાપમાન 10ની આસપાસ નોંધાયું છે. રાજ્યમાં તાપમાનો પારો ગગડતાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે. હવામાન વિભાગે ખાસ કરીને 22 જાન્યુઆરીથી તાપમાનનો પારો ગગડવાનો અનુમાન વ્યક્ત કર્યો છે. જેથી ઠંડીનું પ્રમાણ વધી શકે છે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક જિલ્લામાં તાપમાન 10 ડિગ્રી સુધી ગગડે તેવો અનુમાન છે. તો જાણીએ વધુ ડિટેલ....
હાલ ગુજરાતના મોટાભાગના જિલ્લામાં જોરદાર ઠંડી પડી રહી છે. તો આવનાર દિવસોમાં તાપમાનનો પારો ઉપર જશે કે હજુ ગગડશે? રાજ્યમાં આગામી દિવસોમાં કેવી ઠંડી પડશે? તેના વિશે વાત કરીએ તો ઠંડીથી આંશિક રાહત મળી શકે છે. કારણ કે,આજે અને કાલે તાપમાન એકથી 2 ડિગ્રી વધી શકે છે. જો કે 16 જાન્યુઆરી બાદ ફરી રાજ્યમાં ઠંડી વઘી શકે છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતના વિસ્તારો, સૌરાષ્ટ્ર, કચ્છ, પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં ઠંડી વધુ પડવાની શક્યતા છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં 16 બાદ ઠંડીનું જોર યથાવત રહેશે. ખાસ કરીને 22 જાન્યુઆરી બાદ ઠંડીનું પ્રમાણ વધી શકે છે કારણ કે, આ સમય દરમિયાન તાપમાન ખૂબ નીચું જઇ શકે છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં 10 ડિગ્રીથી નીચે તાપમાન જઇ શકે છે. કચ્છની વાત કરીએ તો, આગામી 22 જાન્યુઆરીથી કચ્છમાં તાપમાનનો પારો ગગડતાં 10 ડિગ્રી સુધી નીચે તાપમાન જઇ શકે છે. રાજકોટ, સુરેન્દ્રનગર, અમરેલી, ગીર સોમનાથ સહિતના વિસ્તારમાં પણ 22 જાન્યુઆરી બાદ તાપમાન 10 ડિગ્રીની આસપાસ થઇ જશે. હવામાન વિભાગની આગાહી મુજબ 22 જાન્યુઆરીથી 25 જાન્યુઆરી સુધી દિવસના તાપમાનમાં પણ ધરખમ ધટાડો થતાં દિવસમાં પણ હાડ થીજાવતી ઠંડી પડી શકે છે. આ દિવસોમાં તાપમાનનો પારો ગગડવાની સાથે સૌરાષ્ટ્રમાં પવનની ગતિ પણ વધી શકે છે. 22 પ્રતિ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઇ શકે છે. હવામાનના અનુમાન મુજબ 30 જાન્યુઆરી બાદ મોટુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી શકે છે. જેની અસરથી ગુજરાતના હવામાનમાં ફેરફાર થઇ શકે છે