અંકલેશ્વર: અંકલેશ્વરના બોરભાઠા બેટ ગામ પાસે નર્મદા નદી ન્હાવા પડેલા જૂના દિવા ગામના 5 પૈકી 3 મિત્રો ડૂબી ગયા હતા. અંકલેશ્વર નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ અને સ્થાનિક નાવિકોની સઘન શોધખોળ આરંભી હતી. ઘટના બાદ નજીકના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતાં.
રવિવારની રજા નર્મદા નદીમાં ન્હાવા માટે ગયેલા જૂના દિવા ગામના 5 મિત્રો પૈકી 3 મિત્રો દરિયાની ભરતીના પાણીમાં નર્મદામાં તણાઈ ગયા હતા. બપોરે ન્હાવા ગયેલા મિત્રો નર્મદા ઓછા પાણી ચાલી ભરૂચ તરફના કિનારા સુધી પહોંચ્યા હતાં જ્યાંથી પરત આવી રહ્યા હતા તે દરમિયાન અચાનક ભરતીનું પાણી વધવા લાગતાં તમામ મિત્રો બહાર નીકળવા માટે ઝડપ વધારી હતી જેમાં 5 મિત્રો પૈકી માત્ર રોશન પટેલને જ તરતા આવડતું હતું. જે પ્રથમ યતીન પટેલને બચાવી લીધો હતો.
બીજા મિત્ર વિનય પટેલ, શિવ ભરડીવાલા, અને અનિરુદ્ધ રાજને બચવા જતાં પાણી વધતાં તેવો એકદમ તણાયા ગયા હતા. રોશને આ અંગે ગામ ખાતે જાણ કરતા ગ્રામજનો જૂના બોરભાઠા નજીક હંસદેવ આશ્રમ પાસે દોડી આવ્યા હતા અને પાલિકાની ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. અંકલેશ્વર શહેર પોલીસ તેમજ ડિઝાસ્ટરની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી.
અંકલેશ્વર: બેટ પાસે નર્મદા નદીમાં ન્હાવા પડેલા 5 મિત્રો ડૂબ્યા, જાણો બે મિત્રો કેવી રીતે બચ્યાં
abpasmita.in
Updated at:
06 May 2019 10:25 AM (IST)
અંકલેશ્વરના બોરભાઠા બેટ ગામ પાસે નર્મદા નદી ન્હાવા પડેલા જૂના દિવા ગામના 5 પૈકી 3 મિત્રો ડૂબી ગયા હતા. અંકલેશ્વર નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ અને સ્થાનિક નાવિકોની સઘન શોધખોળ આરંભી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -