સુત્રો દ્વારા મળેલી જાણકારી પ્રમાણે, વડોદરાના નશીમબેન મનસુરીના આઠેક વર્ષ પહેલા મહેસાણાના અમનપાર્કમાં રહેતા ઇમરાન સાથે લગ્ન થયા હતા. પરિવાર સાથે અમનપાર્કમાં રહેતા અને ડિવાઇન ચાઇલ્ડ સ્કુલની શિક્ષિકા નસીમબેનના પતિ ઇમરાનભાઇ, પાંચ વર્ષની દીકરી સહિત પરિવારજનો રવિવારે સવારે બહાર ગયા હતા. ત્યારે 35 વર્ષીય નસીમબેન એકલા હોઇ ઘરમાં પંખે લટકી જીવન ટૂંકાવ્યુ હતું. મૃતકની લાશને સિવિલ હોસ્પિટલ લઇ જવાઇ હતી.
આ મામલે મૃતકના પિતા સંબંધીઓ સાથે વડોદરાથી દોડી આવ્યા હતા. મામલતદાર,પોલીસે પંચનામાની કાર્યવાહી કર્યા બાદ પેનલ ડોક્ટરની પોસ્ટમોર્ટમ કરીને મૃતકની લાશ તેણીના પિતાને સોપાઇ હતી. મૃતકના પિતા ભીખુભાઇ વલીભાઇ મનસુરીએ દીકરી નસીમને તેણીના પતિ ઇમરાનભાઇ, સાસુ, સસરાએ માનસીક ત્રાસ ગુજારી મરવા દુષ્પ્રેરણ કરતા આ પગલુ ભર્યાનો આક્ષેપ કર્યો હતો અને પોલી સ્ટેશનમાં તેમની વિરૂદ્ધ 306 હેઠળ ફરિયાદ નોંધાવી હતી.