ગુજરાતના દરિયાઈ વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. ગઈકાલ સાંજથી દરિયાકાંઠાના વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. કચ્છ જિલ્લામાં મોડી રાતે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદના કારણે સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઈ હતી જ્યારે ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. કચ્છના માંડવીમાં 5 ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો.

મોડી રાતે કચ્છ જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. કચ્છના દરિયાઈ વિસ્તારમાં ભારે વરસાદ શરૂ થયો હતો. કચ્છના માંડવીમાં 5 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હતો જેને લઈને રોડ અને ખેતરોમાં પાણી ફરી વળ્યાં હતાં. ભારે વરસાદને પગલે સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઈ હતી.

કચ્છ જિલ્લાના લખપત તાલુકાના અમુક વિસ્તારમાં પણ ભારે વરસાદ જોવા મળ્યો હતો જ્યારે દયાપર, ઘડુલીના આસપાસના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. નખત્રાણા, માંડવી, મુન્દ્રા તાલુકાના અમુક વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો હતો.

ભુજના અમુક ગ્રામ્ય વિસ્તારમાં સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ભુજના મોટા રેહા, જદુરા, કોટડા-ચકરામાં વરસાદ પડતાં પાણી વહેતાં થયા હતાં. ભારે વરસાદને પગલે ખેડૂતોમાં આનંદ છવાયો હતો.