ભારે વરસાદ ખાબક્યા બાદ ગજરાતમાં વરસાદે જાણો વિરામ લીધો હોય તેવું જોવા મળી રહ્યું છે. છેલ્લા ત્રણ-ચાર દિવસથી ગુજરાતમાં નોંધપાત્ર જ વરસાદ જોવા મળી રહ્યો છે જોકે થોડા દિવસ બાદ મોડી રાતે પોરબંદર, જામનગર અને દ્વારકા જિલ્લામાં ભારે વરસાદ ખાબક્યો હતો. રાણાવાવમાં 3.5 ઈંચ, પોરબંદરમાં 2.1 ઈંચ અને કુતિયાણા 2.5 ઈંચ વરસાદ નોંધાયો હતો. જેને લઈને ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાયા હતાં.
છેલ્લા ત્રણ-ચાર દિવસ બાદ સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં ભારે વરસાદ ખાબક્યો હતો જેમાં પોરબંદર, દ્વારકા અને જામનગર જિલ્લામાં વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદને પગલે રસ્તા પર પાણી ફરી વળ્યાં હતાં અને ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. પોરબંદરના રાણાવાવમાં મોડી રાતે વરસાદ તુટી પડ્યો હતો. સૌથી વધુ વરસાદ પોરબંદર જિલ્લાના રાણવાવમાં 3.5 ઈંચ વરસાદ નોંધાયો હતો.
મોડી રાતે પોરબંદર જિલ્લાના રાણાવાવમાં ભારે વરસાદ તુટી પડ્યો હતો. રાણાવાવમાં 3.5 ઈંચ વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જોવા મળ્યું હતું. ભારે વરસાદને ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા અને રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં હતાં. પોરબંદરમાં ભારે વરસાદને પગલે છાયા ચોકી રોડ પર પાણી ભરાયા હતાં.
પોરબંદરના બરડા પંથકમાં મોડી રાતે ધીમી ધારે મેઘરાજાનું આગન થયું હતું જેને લઈને ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. બરડા પંથકના બગવદર, ખીસ્ત્રી, કુણવદર, ભેટકડી, મજીવાણા, ખામ્ભોદર, મોરાણા સહિતના મોટા ભાગના ગામડાંઓમાં ધીમી ધારે 2.5 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.
મોડી રાતે જામનગર જિલ્લાના લાલપુર પંથકમાં ધોધમાર વરસાદ નોંધાયો હતો. લાલપુરમાં વાવણી બાદ કાચા સોના જેવો વરસાદ વરસતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. ગ્રામ્ય પંથકમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. લાલપુરમાં દોઢ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.
દ્વારકા જિલ્લાના ખંભાળીયા પંથકમાં મોડી રાતથી ધોધમાર વરસાદ શરૂ થયો હતો. વાવણી બાદ જરૂરી સમયે મેઘરાજા પધારતાં ધરતીપુત્રોમાં ખુશીની લહેર જોવા મળી હતી.
મોડી રાતે સૌરાષ્ટ્રના કયા જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો? આ વિસ્તારમાં 3.5 ઈંચ વરસાદ નોંધાયો? જાણો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
21 Jun 2020 08:08 AM (IST)
ભારે વરસાદ ખાબક્યા બાદ ગજરાતમાં વરસાદે જાણો વિરામ લીધો હોય તેવું જોવા મળી રહ્યું છે ત્યારે થોડા દિવસ બાદ મોડી રાતે પોરબંદર, જામનગર અને દ્વારકા જિલ્લામાં ભારે વરસાદ ખાબક્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -