મહેસાણા: હાલ ગુજરાતમાં વરસાદી માહોલ જામેલો છે ત્યારે હવામાન વિભાગ આજે અને કાલે એમ બે દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. મહેસાણા જિલ્લામાં સતત ત્રણ દિવસથી અલગ-અલગ જગ્યાએ ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. ત્યારે આજે પણ વહેલી સવારે મહેસાણા જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે જેમાં સતલાસણામાં માત્ર બે કલાકમાં 5 ઈંચ વરસાદ ખાબક્યો છે. જેને કારણે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળ્યું હતું.
સવારે 6 વાગેથી 8 વાગ્યા સુધી મહેસાણા જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. સતલાસણા તાલુકામાં માત્ર બે કલાકમાં પાંચ ઈંચ વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદને પગલે બજારોમાં નદીઓ વહેતી થઈ હોય તેમ દ્રશ્યો જોવા મળ્યાં હતાં. જ્યારે ખેરાલુમાં એક ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.
મહેસાણા જિલ્લાના અન્ય તાલુકામાં ધીમીધારે વરસાદનું આગમન થઈ રહ્યું છે. ત્યારે ખેરાલુ 28 મીમી, મહેસાણામાં 13 મીમી, વડનગરમાં 10 મીમી, વિસનગરમાં 6 મીમી અને સતલાસણામાં 120 મીમી વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદને પગલે ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી ત્યારે નદી-નાળા પણ છલકાઈ ગયા હતાં.
હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે, શનિવાર અને રવિવાર માટે ઓરેન્જ અલર્ટ આપવામાં આવ્યું છે. તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. ભારે વરસાદને પગલે આગામી 3-4 દિવસ માટે નદીમાં ભારે પૂરની શક્યતા સેવાઇ રહી છે. આ ઉપરાંત અમદાવાદમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદ પડી શકે છે.
આજે સવારે ઉત્તર ગુજરાતના કયા તાલુકામાં બે કલાકમાં પાંચ ઈંચ વરસાદ તુટી પડ્યો? જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
22 Aug 2020 08:26 AM (IST)
હાલ ગુજરાતમાં વરસાદી માહોલ જામેલો છે ત્યારે હવામાન વિભાગ આજે અને કાલે એમ બે દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. મહેસાણા જિલ્લામાં સતત ત્રણ દિવસથી અલગ-અલગ જગ્યાએ ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે
- - - - - - - - - Advertisement - - - - - - - - -