ખેડા જિલ્લામાં આજે પણ વરસાદી માહોલ જામ્યો હતો. કપડવંજમાં સવારે ચાર કલાકમાં પાંચ ઈંચ વરસાદ વરસ્યો હતો. મહુધા અને ઠાસરામાં બે-બે ઈંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે કઠલાલ અને નડિયાદમાં દોઢ ઈંચ વરસાદ વરસ્યો છે. યાત્રાધામ ડાકોરમાં સવારથી જ મેઘરાજાએ ધામા નાખ્યા હતા. જેને લઈને ઠાકોર પાણી પાણી થઈ ગયું હતું.
![ABP News Kheda Rain: ખેડા જિલ્લામાં મેઘમહેર, કપડવંજમાં 5 ઈંચ વરસાદથી નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/08/24/286277a0f2cba33d12bd3e71f060f75f172450531202578_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
રણછોડરાય મંદિર બહાર ગોઠણસમા પાણી ભરાતા દર્શનાર્થીઓ પરેશાન થયા હતા. મંદિર બહાર આવેલી દુકાનોમાં પણ પાણી ભરાયા હતા. માર્ગો પર પાર્ક કરેલા વાહનો પાણીમાં અડધા ડૂબી ગયા હતા.
મૂશળધાર વરસાદને લઈને કપડવંજ જળમગ્ન થઈ ગયું. મીના બજાર, કાછીયાવાડ, રત્નાકર માતા રોડ, દાણા રોડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા હતા. બે દિવસથી અવિરત વરસાદના કારણે ઠાસરા તાલુકાના પોરડા ગામમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી. ઓરડા ગામથી અમૃતપુરા અને ચંદાસર ગામને જોડતો રસ્તો પાણીમાં ગરકાવ થયો હતો.
આજે વહેલી સવારથી જ ખેડા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. જિલ્લામાં સૌથી વધુ વરસાદ કપડવંજમાં પડ્યો છે. કપડવંજ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે.
ભારે વરસાદની આગાહી
આવતીકાલે ભરૂચ, સુરત, અમરેલી અને ભાવનગર જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની શક્યતાને ધ્યાનમાં રાખીને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સ્થાનિક વહીવટી તંત્રને સતર્ક રહેવા અને જરૂરી સાવચેતીના પગલાં લેવા સૂચના આપવામાં આવી છે. જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલા પટેલે પણ આ આગાહીને સમર્થન આપ્યું છે. તેમણે જણાવ્યું કે 28 ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિ જોવા મળી શકે છે.
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. તેમના જણાવ્યા મુજબ અરબ સાગરની સિસ્ટમ અને બંગાળની સિસ્ટમ સક્રિય થઈ છે જેના કારણે વરસાદ વરસી રહ્યો છે. એક પછી એક બનતા લો પ્રેશરના કારણે વરસાદ વરસી રહ્યો છે. અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી અનુસાર રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
અંબાલાલ પટેલે સુરત અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. મુંબઈ મહારાષ્ટ્રના સરહદી વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. અમરેલી, બોટાદ,સાવરકુંડલામાં પણ ભારે વરસાદની શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે.
Banaskantha Rain: બનાસકાંઠા જિલ્લામાં મેઘરાજા મન મુકીને વરસ્યા, દાંતીવાડા ડેમની જળ સપાટી વધી