કચ્છમાં કોરોનાનો વધુ એક કેસ નોંધાયો, 5 દર્દીઓએ કોરોનાને આપી મ્હાત, જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 07 Jun 2020 05:58 PM (IST)
કચ્છ જિલ્લા માટે રાહતના સમાચાર આવ્યા છે. કચ્છમાં આજે એક કોરોનાનો કેસ નોંધાયો છે તો વધુ 5 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.
ગાંધીધામ: કચ્છ જિલ્લા માટે રાહતના સમાચાર આવ્યા છે. કચ્છમાં આજે એક કોરોનાનો કેસ નોંધાયો છે તો વધુ 5 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. કચ્છમાં મુંદ્રાના 65 વર્ષીય વૃદ્ધનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. કચ્છ જિલ્લમાં આજે વધુ 5 દર્દીને રજા આપવામાં આવી છે. જી.કે.જનરલ હોસ્પિટલમાંથી ભચાઉના 4 અને એલાયન્સ હોસ્પિટલમાંથી 1 દર્દીને સારવાર બાદ રજા મળી છે. કચ્છમાં હવે 13 એક્ટિવ કેસ છે. કચ્છમાં અત્યાર સુધીમાં કુલ 61 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. કચ્છ જિલ્લમાં અત્યાર સુધીમાં કોરોનાના કારણે કુલ 4 લોકોના મોત થયા છે.