બોટાદના કૃષ્ણસાગર તળાવમાં ડૂબી જતા પાંચ યુવાનોના  મોત થયા છે.  નાહવા પડેલા યુવાનોના ડૂબી જવાથી  કરુણ મોત થયા છે. નાહવા પડેલા યુવાનોને બચાવવા ગયેલ ત્રણ યુવાનોના પણ ડૂબી જતાં મોત થયા હતા.  તમામ મૃતકો બોટાદના રહેવાસી હોવાનું સામે આવ્યું છે.  ફાયર વિભાગે દોઢ કલાકની જહેમત બાદ ડેડ બોડી બહાર કાઢી છે.  બોટાદ પોલીસ તેમજ પ્રાંત અધિકારી સહીતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા.

  




ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. આ ઉપરાંત ફાયરવિભાગની ટીમને પણ ઘટનાની જાણ કરવામાં આવી હતી. ફાયરવિભાગની ટીમે ઘટનાસ્થળે પહોંચીને રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. ત્યારે દોઢ કલાકની જહેમત બાદ પાંચેય યુવાનોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા.




અમદાવાદમાં બે દિવસ ઓરેન્જ એલર્ટ, જાણો હવામાન વિભાગે શું કરી મોટી આગાહી ?


રાજ્યમાં પડી રહેલી કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગે બે દિવસ સુધી અમદાવાદ શહેરમાં ઓરેન્જ એલર્ટની આગાહી કરી છે.  આવતીકાલથી ગરમી ઓછી થવાની આગાહી કરી છે. મોચાની અસર ઓછી થતા અને પવનની દિશા બદલાતા હવે તાપમાનમાં ત્રણ થી ચાર ડિગ્રી તાપમાનમાં ઘટાડો થશે. અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાનનો પારો 44 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. હવામાન વિભાગે આજે અમદાવાદ શહેરને ઓરેન્જ અલર્ટ આપ્યુ છે. આજે અને આવતીકાલે અમદાવાદને ઓરેન્જ એલર્ટ અને ત્યારબાદ યલો એલર્ટ આપ્યું છે. પવનની દિશા બદલાતા તાપમાનમાં ઘટાડો થશે.


આગામી પાંચ દિવસ હવામાન શુષ્ક રહેશે


હવામાન વિભાગની આગાહી પ્રમાણે  આગામી પાંચ દિવસ હવામાન શુષ્ક રહેશે.  આગામી 24 કલાક તાપમાન યથાવત રહેશે.  આગામી પાંચ દિવસ બેથી ચાર ડિગ્રી તાપમાનમાં ઘટાડો થશે.


અમદાવાદમાં તાપમાન 44 ડિગ્રીને પાર


રાજ્યના કેટલાક ભાગોમાં તાપમાનનો પારો 43 ડિગ્રીને પાર જશે. અમદાવાદમાં તાપમાન 44 ડિગ્રીને પાર જવાની સંભાવના છે. મોચાની અસર ઓછી થતા અને પવનની દિશા બદલાતા હવે તાપમાન ઘટવાની આગાહી છે.


પાટણ  45.3 ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર રહ્યું       


ગુજરાતના 15 શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો છે.  પાટણ  45.3 ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર રહ્યું છે.  અમદાવાદ અને સુરેન્દ્રનગરમાં 44.4 ડિગ્રી તાપમાન, આણંદમાં 43.7 ગાંધીનગરમાં 43.5 ડિગ્રી, અમરેલી 43.2 ડિગ્રી તાપમાન, રાજકોટમાં 42.9, ડીસામાં 42.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે.