અંબાજીમાં 12થી 16 ફેબ્રુઆરી દરમિયાન 'શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ'નું ગબ્બર તળેટી ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવમાં મોટી સંખ્યામાં માંય ભક્તો જોડાશે.


 પાંચ દિવસ દરરોજ સાંજ 7 વાગ્યે ગબ્બર ટોચ તેમજ પરિક્રમાના તમામ મંદિરોમાં એક સાથે આરતી અને લાઇટ એન્ડ સાઉન્ડ શો કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ છે.આ મહોત્સવમાં જોડાવવા આવનાર ભાવિકો માટે સરકારે  એસટી ભાડામાં 50 ટકા રાહત અપી છે.


આગામી 4 દિવસના શું છે કાર્યક્રમ



  • 13 ફેબ્રુઆરીના રોજ ખ્યાતનામ કલાકાર કીર્તીદાન ગઢવી સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી લોક   ડાયરની રંગત જમાવશે.

  •  14 ના રોજ પાર્થિવ ગોહિલ ભક્તિ સંગીતથી જમાવટ કરશે

  • તા.15 ના રોજ સાંઇરામ દવે  પોતાની આગવી છટા સાથે પર્ફોમ કરશે

  • તા. 16 ફેબ્રુઆરીના રોજ કિંજલ દવે સહિતના કલાકારો ભક્તિ સંગીતથી ભાવિકોને મંત્રમુગ્ધ કરશે રસની રમઝટ બોલવાશે.


યાત્રાધામ અંબાજી ખાતે આજે 51 શક્તિપીઠ મહોત્સવ 2023 નું શુભારંભ કરવામાં આવ્યું હતું. તો ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતના હસ્તે અને સાધુ સંતોના હસ્તે દીપ પ્રચલિત કરી 51 શક્તિપીઠ મહોત્સવ ને ખુલ્લુ મુકાયું હતું .તો સાથે સાથે મંત્રી બલવંતસિંહ રાજપૂત અને સાધુ સંતો સહિત વહીવટી તંત્ર દ્વારા યજ્ઞનું પણ આરંભ કરાયું હતું. ત્યારબાદ મોટી સંખ્યામાં આવેલા માઇ ભક્તો 51 શક્તિપીઠ મહોત્સવ મા જોડાયા હતા. 51 શક્તિપીઠ મહોત્સવ 2023 માં આવેલા મોટી સંખ્યામાં લોકો દ્વારા ૫૧ માં જોડાઈ નાચતા ગાતા દરેક શક્તિપીઠ ના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

51 શક્તિપીઠ મહોત્સવ 2023 ના પ્રથમ દિવસે મૂર્તિઓની પ્રશાલન વિધિ, શોભાયાત્રા, ચામર યાત્રા , શક્તિપીઠમાં યજ્ઞ સાથે સાંજે ભજન મંડળી, સાંસ્કૃતિક પ્રોગ્રામ સહિતના કાર્યક્રમો યોજાશે જેને લઈને તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પરિપૂર્ણ કરી દેવાય છે. તો મોટી સંખ્યામાં આવેલા તમામ લોકો આ 51 શક્તિપીઠમાં મા દરેક શક્તિપીઠ ના દર્શન કરી તમામ શક્તિપીઠના લાભ લેશે તો સાથે સાથે તમામ કાર્યક્રમમાં પણ ભાગ લેશે.



અંબાજી ખાતે યોજાનાર પરિક્રમા મહોત્સવમાં જનારા ગાંધીનગરના માય ભક્તો માટે ગાંધીનગરના મેયર હિતેશ મકવાણાએ મહત્વનો નિર્ણય કર્યો છે.... ગાંધીનગરની જનતા શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં સંપૂર્ણ નિશુલ્ક જઈ શકશે... અગાઉ આ મહોત્સવમાં જનારા ભક્તોને અંબાજી ટ્રસ્ટ અને પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા ભાડામાં 50 ટકાની રાહત આપવામાં આવી છે... ગાંધીનગરના ભક્તોએ ચૂકવવાનું થતું 50 ટકા ભાડું હિતેશ મકવાણા પોતાની મેયર તરીકેની ગ્રાન્ટમાંથી ચૂકવશે... તારીખ 12, 13 અને 16 ફેબ્રુઆરીએ સવારે 6.30 કલાકે અંબાજી જવા માટે દરરોજ 10 બસ ઉપડશે.... જેમાં વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ આપવામાં આવશે... આ યાત્રા દરમિયાન યાત્રિકો માટે પાણી-અલ્પાહારની વ્યવસ્થા પણ કરવામાં આવશે....