ગાંધીનગર: ગુજરાતમાં કોરોના વાયરસના કેસ છેલ્લા ઘણા દિવસોથી સ્થિર થયા છે. આજે રાજ્યમાં કોરોના વાયરસના નવા 4710 કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસોનો આંકડો 51013 પર પહોંચી ગયો છે. રાજ્યમાં 236 લોકો વેન્ટીલેટર પર છે. 50777 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 1134683 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણથી 10648 લોકોના મોત થયા છે.
ગુજરાત કોરોના કેસ
ગુજરાતમાં કોરોનાના કેસમાં આજે સામાન્ય ઘટાડો થયો છે. આજે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 4710 કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસનો આંકડો 51013 પર પહોંચી ગયો છે. રાજ્યમાં 236 લોકો વેન્ટીલેટર પર છે. 50777 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 1134683 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણથી 10648 લોકોના મોત થયા છે. રાજ્યમાં આજે સંક્રમણથી 34 લોકોના મોત થયા છે.
બીજી તરફ આજે 11184 દર્દીઓ રિકવર પણ થયા છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 94.85 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે 34 મોત થયા. આજે 2,71,887 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 1451, વડોદરા કોર્પોરેશનમાં 781, ગાંધીનગર કોર્પોરેશનમાં 242, વડોદરા 231, સુરત કોર્પોરેશનમાં 174, સુરત 165, મહેસાણા 147, બનાસકાંઠા 144, રાજકોટ કોર્પોરેશન 137, ખેડા 115, આણંદ 114, ગાંધીનગર 105, કચ્છ 96, રાજકોટ 89, પાટણ 74, ભરુચ 54, મોરબી 53, જામનગર કોર્પોરેશન 51, પંચમહાલ 50, તાપી 45, સાબરકાંઠા 42, નવસારી 39, ભાવનગર કોર્પોરેશન 36, અમદાવાદ 33, ડાંગ 24, વલસાડ 23, જામનગર 22, છોટા ઉદેપુર 20, દેવભૂમિ દ્વારકા 20, ભાવનગર 19, અરવલ્લી 18, દાહોદ 16, ગીર સોમનાથ 16, મહીસાગર 15, સુરેન્દ્રનગર 15, અમરેલી 9, જૂનાગઢ કોર્પોરેશન 8, નર્મદા 7, જૂનાગઢ 5, પોરબંદર 4 અને બોટાદમાં 1 કેસ નોંધાયો છે.
આજે કોરોનાના કારણે 34 લોકોના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં 7, વડોદરા કોર્પોરેશનમાં 4, ગાંધીનગર કોર્પોરેશનમાં 1, સુરત કોર્પોરેશનમાં 4, મહેસાણા 1, બનાસકાંઠા 1, રાજકોટ કોર્પોરેશન 1, રાજકોટ 2, ભરુચ 2, મોરબી 1, જામનગર કોર્પોરેશનમાં 3, ભાવનગર કોર્પોરેશનમાં 1, વલસાડ 1, ભાવનગર 4 અને પોરબંદરમાં 1 દર્દીનું મોત થયું છે.