અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાનો હાહાકાર જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં આજે નવા 55 કેસ સામે આવ્યા છે. સ્વાસ્થ્ય વિભાગના અગ્રસચિવ જયંતી રવીએ આ જાણકારી આપી છે. જે નવા 55 કેસ સામે આવ્યા છે તેમાં અમદાવાદના 50, સુરતમાં 2, આણંદમાં 1, છોટા ઉદેપુરમાં 1 અને દાહોદમાં 1 કેસ સામે આવ્યા છે. 55 નવા કેસ સાથે ગુજરાતમાં કુલ કેસની સંખ્યા 241એ પહોંચી ગઈ છે.

જયંતી રવીએ કહ્યું કે, હોટસ્પોટ એરિયામાંથી મોટાભાગના નવા કેસ સામે આવ્યા છે. ટેસ્ટિંગની સંખ્યા વધતા મોટી સંખ્યામાં નવા કેસ સામે આવ્યા છે.

અમદાવાદમાં કોરોનાના કેસોની સંખ્યા વધતા જે વિસ્તારોમાંથી કેસો આવ્યા હતા, તે વિસ્તારોને હોટસ્પોટ જાહેર કરવામાં આવ્યા છે. તેમજ આ વિસ્તારોમાં તંત્ર દ્વારા માસ સર્વેલન્સ શરૂ કરવામાં આવ્યું હતું. તેમજ આ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં કોરોના ટેસ્ટ માટેના સેમ્પલ લેવાયા હતા. જેમાંથી 50 સેમ્પલ પોઝિટિવ આવ્યા છે.



ગુજરાતમાં જે 241 કેસ છે તેમાંથી 155 એક્ટિવ કેસ છે જેમાંથી 2 ક્રિટિકલ છે જ્યારે 153 સ્ટેબલ છે. જ્યારે 26 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ગુજરાતમાં કુલ મૃત્યુઆંક 17એ પહોંચ્યો છે. આજે પણ એક વ્યક્તિનું મોત તયું હતું જે અમદાવાદમાં એક 48 વર્ષના પુરુષનું મોત થયું હતું.

ગુજરાતમાં જે 241 કેસ કોરોનાના આવ્યાછે તેમાંથી 33 કેસ વિદેશી આવેલ વ્યક્તિઓના છે. જ્યારે 32 કેસ આંતર રાજ્યથી ચેપ લાગેલ છે અને 176 કેસ લોકલ ટ્રાન્સમિશનથી લાગેલ છે જે ચિંતાનો વિષય છે.

ગુજરાતમાં ક્યાં કેટલા કેસ

  • અમદાવાદ 133

  • સુરત - 25

  • રાજકોટ - 11

  • વડોદરા - 18

  • ગાંધીનગર  - 13

  • ભાવનગર - 18

  • કચ્છ - 2

  • મહેસાણા - 2

  • ગીર સોમનાથ  - 2

  • પોરબંદર - 3

  • પંચમહાલ - 1

  • પાટણ - 5

  • છોટા ઉદેપુર - 2

  • જામનગર  -1

  • મોરબી - 1

  • આણંદ - 2

  • સાબરકાંઠા - 1

  • દાહોદા - 1