ભુજઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. હવે ગ્રામીણ વિસ્તારોમાં પણ કોરોનાનુ સંક્રમણ ફેલાયું છે. ત્યારે કચ્છની ટાયર ઉત્પાદક કંપની બીકેટીમાં કોરોનાએ કહેર મચાવ્યો છે. બીકેટી કોરોનાનું હોટસ્પોટ બનતા અઠવાડિયું પ્લાન્ટ બંધ રાખવાની ફરજ પડી હતી. કંપની ક્વાર્ટર્સમાં 56 ઘરોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયા છે.


ભુજ-ભચાઉ ધોરી માર્ગ પર પધ્ધર નજીક આવેલી BKT કોરોના હોટસ્પોટ બની ગઈ છે, ત્યાં સુધી કે ટાયર ઉત્પાદક કંપનીને અઠવાડિયા સુધી પોતાનું ઓપરેશન બંધ કરવાની ફરજ પડી હતી. બુધવારથી કર્મચારીઓને કોરોના ટેસ્ટિંગ બાદ જ પરિસરમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. 29 સપ્ટેમ્બરથી આ પ્લાન્ટને બંધ કરી દેવાયો હતો.