બનાસકાંઠા જિલ્લામાં આજે 57 નવા કેસ નોંધાયા છે, જ્યારે 16 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. પાટણ જિલ્લમાં આજે 49 નવા કેસ નોંધાયા છે જેની સામે 30 લોકો સ્વસ્થ થયા છે. મહેસાણા જિલ્લમાં કોરોના સંક્રમણના 45 નવા કેસ નોંધાયા છે, અહીં 18 લોકો સ્વસ્થ થયા છે.
રાજ્યમાં આજે કુલ 1283 દર્દી સાજા થયા હતા અને 91459 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 7480789 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 90.99 ટકા છે.