ગાંધીનગર: કોરોના વાયરસના વધી રહેલા સંક્રમણને ધ્યાને લઈને અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં નાઈટ કરફ્યૂ લગાવવામાં આવ્યું છે. ત્યારે સોશ્યલ મીડિયા પર વીકેન્ટ કર્ફ્યુની ચર્ચાઓ ચાલી રહી હતી. જેને ધ્યાનમાં લઈને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સ્પષ્ટતા કરી છે. નીતિન પટેલે કહ્યું રાજ્યમાં હાલ વીકેન્ડ કરફ્યૂનો કોઈ પ્લાન નથી. પરંતુ રાત્રી કરર્ફ્યૂ હાલ યથાવત રહશે.


નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે રાજ્યમાં વધારાના કરર્ફ્યૂ લગાવવાની હાલ કોઈ વિચારના નથી. પરંતુ અમદાવાદ, વડદોરા, સુરત અને રાજકોટમાં નાઈટ કરફર્યૂ યથાવત રહશે.

ગુજરાતનાં ચાર મહાનગરમાં હાલ રાત્રિ કરર્ફ્યૂ છે જેને યથાવત રાખવાનો નિર્ણય કરાયો છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પત્રકાર પરિષદ યોજીને જાહેરાત કરી હતી કે, રાજ્યના મહાનગરોમાં વીક એન્ડ કર્ફ્યૂ લાદવાનો હાલ કોઈ વિચાર નથી. તેમણે કારણ આપતા કહ્યું હતું કે, રાજ્યમાં ગરીબો અને મધ્યમ વર્ગનું પણ વિચારવું પડે. નાના લોકોના ધંધાનું પણ વિચારવાનું હોય છે માટે આવી કોઇ અફવામાં તમારે ના આવવું જોઇએ.