રાજ્યમાં આજે પણ અનેક જિલ્લાઓમાં વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 69 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જેમાં સૌથી વધુ રાજકોટના લોધિકામાં પાંચ વરસાદ નોંધાયો હતો. લોધિકામાં ભારે વરસાદથી કપાસ, મગફળી, સોયાબીન સહિતનો પાક બરબાદ થયો હતો.


જાણો ક્યાં જિલ્લામાં કેટલો વરસ્યો વરસાદ


છેલ્લા 24 કલાકમાં લોધિકામાં પાંચ ઈંચ, મોરબીમાં ચાર ઈંચ, માળીયા હાટીનામાં સાડા ત્રણ ઈંચ, મેંદરડામાં સાડા ત્રણ ઈંચ, કુકાવાવ-વડીયામાં ત્રણ ઈંચ,કાલાવડમાં અઢી ઈંચ,રાણાવાવમાં અઢી ઈંચ,રાજકોટમાં અઢી ઈંચ, કલ્યાણપુરમાં સવા બે ઈંચ, થાનગઢમાં બે ઈંચ, જૂનાગઢમાં બે ઈંચ, કડીમાં બે ઈંચ, વાંકાનેરમાં બે ઈંચ, ગોધરામાં પોણા બે ઈંચ, કોટડા સાંગાણીમાં પોણા બે ઈંચ, ખંભાળીયામાં દોઢ ઈંચ, વંથલીમાં દોઢ ઈંચ, સાવરકુંડલામાં દોઢ ઈંચ, ધોરાજીમાં સવા ઈંચ, લીલીયામાં સવા ઈંચ, કેશોદમાં એક ઈંચ, જસદણમાં એક ઈંચ વરસાદ વરસ્યો હતો.  


આ સીઝનમાં રાજ્યમાં 143 ટકા વરસાદ ખાબક્યો છે. તે સિવાય સૌરાષ્ટ્રમાં આ સીઝનમાં 157 ટકા તો દક્ષિણ ગુજરાતમાં 148 ટકા, કચ્છમાં 188 ટકા, મધ્ય ગુજરાતમાં 134 ટકા, ઉ.ગુજરાતમાં 116 ટકા વરસાદ નોંધાયો હતો.


ગુજરાતમાં હજુ પણ આ તારીખ સુધી રહેશે ધોધમાર વરસાદ


ગુજરાતમાં છેલ્લા 2 સપ્તાહથી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં વરસાદ વરસી રહ્યો છે. હજુ પણ વરસાદી આફત યથાવત રહેવાનો અનુમાન અંબાલાલ પટેલે વ્યક્ત કર્યો છે. આગામી બે ત્રણ દિવસ વરસાદી માહોલ રહેવાની આગાહી છે. અંબાલાલ પટેલના આંકલન મુજબ સિસ્ટમ સક્રિય થતા  ગુજરાતમાં હજુ ત્રણ દિવસ એટલે કે આજથી 23 ઓક્ટોબર સુધી વરસાદ વરસવાની શકાયતા છે. સૌરાષ્ટ્રના છુટાછવાયા વિસ્તારોમાં વરસાદનો અનુમાન છે.  વરસાદથી ખેડૂતોને સતર્ક રહેવાની અંબાલાલ પટેલે  અનુરોધ કર્યો છે. આગામી ત્રણ દિવસ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદનો અનુમાન છએ.  ઉલ્લેખનિય છે કે, હવામાનના મોડલ આગામી ત્રણ દિવસ વરસાદના સંકેત આપી રહ્યાં છે. હવામાન વિભાગે પણ રાજ્યમાં 23 ઓક્ટોબર સુધી વરસાદની આગાહી કરી છે.


આજે સવારથી અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. ભારે પવન સાથે વરસાદ વરસતાં હોડિગ્શ અને અનેક વિસ્તારમાં વૃક્ષો પણ ધરાશાયી થયા હતા. 45 મિનિટની મેઘરાજાની ધુવાધાર બેટિંગે અનેક રસ્તા પાણી પાણી કરી દેતા લોકોને અવરજવરમાં મુશ્કેલી પડી રહી હતી.


Rain Update: અમદાવાદમાં વહેલી સવારથી ગાજવીજ સાથે વરસાદ, વૃક્ષો ધરાશાયી, રસ્તા થયા પાણી પાણી