Junagadh Rain: જુનાગઢમાં ભારે વરસાદ બાદ જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી. જે બાદ 750 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. જૂનાગઢમાં જળબંબાકારની સ્થિતિ બાદ તારાજીના દ્રશ્યો  સામે આવ્યા છે. મોતીબાગમાં અનેક વાહનોને ઊંધા નાખી દીધા હતા. તો રસ્તા તૂટી જવાના કારણે કાર પણ ફસાઈ હતી, જૂનાગઢમાં વરસાદે વાહનોને સૌથી વધુ નુકસાન કર્યું છે. ગિરનારમાં ધોધમાર વરસાદ પડ્યો અને જે પાણી જૂનાગઢની અંદર પ્રવેશ્યું હતું.

 

વંથલી તાલુકામાં શિફ્ટિંગ

૧. નાંદરખી૬૦ વ્યક્તિઓડૉ. આંબેડકર ભવન ખાતે

૨.  લુવારસર૫૫ વ્યક્તિઓપટેલ સમાજ ખાતે

૩. બંટિયા૧૬૦ લોકોઆહિર સમાજ ખાતે.

૪. શાપુર૮ વ્યક્તિઓપ્રાથમિક શાળામાં

૫. બોડકા૪ વ્યક્તિઓપ્રાથમિક શાળા ખાતે

૬. વાડલા૩૦ વ્યક્તિઓ (બહારગામના મજૂરો)પ્રાથમિક શાળા ખાતે

૭. કણઝડી ૩ વ્યક્તિઓઆંગણવાડી ખાતે

કુલ શિફ્ટિંગ - ૩૨૦ વ્યક્તિઓ ( ૭ ગામ)

મકાનને નુકશાન

૧.ધણફુલિયાએક કાચું રહેણાક મકાન સંપૂર્ણ પડી ગયેલ છે.

૨.બોડકાએક કાચા રહેણાક મકાનને અંશતઃ નુકશાન થયેલ છે.

૩.કોયલી૨ રહેણાક મકાન અંશતઃ (૧ કાચું + ૧ પાકું)

કુલ મકાન નુકશાન -૪, ગામ-૩૩ કાચા (૨ અંશતઃ + ૧ સંપૂર્ણ) રહેણાક૧ પાકું અંશતઃ રહેણાક

પશુ તણાઈ ગયાની ઘટના

વાડલામાં ૩ ભેંસ તણાઈ ગયેલ છે, જે હજુ સુધી મળી નથી

લાખો રુપિયાની કાર પાણીમાં રમકડાની જેમ તણાઈ