અમરેલી: અમરેલી જિલ્લા પોલીસ તંત્રમાં 8 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. જિલ્લા પોલીસવડા દ્વારા કડક કાર્યવાહી કરી 8 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.  જૂનાગઢ એડીઆઈ તાલીમમાં જવા માટે પોલીસ કર્મચારીઓને હુકમ  કરવામાં આવ્યો હતો.  8 જેટલા પોલીસ કર્મચારીઓ રજા પર ઉતરી ફરજ પર બેદરકારી દાખવી હતી. 


આ ઘટનાની ગંભીરતા સમજી જિલ્લા પોલીસ વડા હિમકર સિંહે 8 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેતા અમરેલી જિલ્લા પોલીસમાં ખળભળાટ મચી ગયો છે.  એક સાથે 8 પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરતા પોલીસબેડામાં સન્નાટો છવાઈ ગયો છે.   


31 ડિસેમ્બરે દારુ પીને નિકળશો તો આવી બનશે


સુરત પોલીસ કમિશ્નર અજય તોમરે કહ્યું, કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો . સુરત શહેરમાં અલગ અલગ સ્થળો પર 31 ડિસેમ્બરનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે સુરત પોલીસે પણ તૈયારી કરી છે.31 ડિસેમ્બરને  લઈ સુરત પોલીસ દ્વારા એક્શન પ્લાન બનાવવામાં આવશે. ખાસ કરીને દારૂડિયાઓ માટે આ વખતે ખાસ ડ્રાય કરવામાં આવનાર છે.ઉપરાંત આયોજન સ્થળો પર પોલીસ સાદા ડ્રેસ માં અને ડ્રોન થી બાજ નજર રાખશે. સુરત પોલીસ કમિશનર અજય તોમરે આજે પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી.વિગતો આપતા પોલીસ કમિશ્નર અજય તોમરે જણાવ્યું હતું કે,  સુરત શહેરમાં ઠેર-ઠેર ચેકીંગ પોઇન્ટ બનાવામાં આવ્યા છે. દારૂ પીને નિકળેલા લોકો પર પોલીસ કાર્યવાહી કરશે. બ્રેથ એનેલાઇઝર સાથે આલ્કોહોલ અને ડ્રગ્સ પીધેલાને પણ પકડવા માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે.સુરત શહેરમાં દારૂના સેવન સાથે યુવાનોમાં ડ્રગ્સનું ચલણ પણ વધ્યું  ત્યારે ખાસ પાર્ટી પ્લોટ અને ફાર્મ હાઉસ માં વોચ રાખવામાં આવશે.



આગામી 31મી ડિસેમ્બરને લઈ શહેરમાં પોલીસ સુરક્ષા-બંદોબસ્તની તૈયારી કરવામાં આવી છે. પોલીસ કમિશ્નર અજય તોમર જણાવ્યું છે કે બે દિવસ પછી નવા વર્ષની સ્વાગતની તૈયારી સુરતના લોકો કરશે ત્યારે ઉજવણીના માહોલ દરમ્યાન કેટલાક ગેરલાભ ઉઠાવે છે. પોલીસ કમિશનરે સૂચન કર્યું હતું કે ઉજવણી કાયદાની મર્યાદામાં રહીને કરવી જોઈએ.આ માટે પોલીસે નાગરિકોની સુવિધા માટે વ્યવસ્થાઓ ઉભી કરી છે. ઉજવણીમાં દારૂ અને ડ્રગ્સનું સેવન કરવાનું કેટલાક યુવાનો માનતા હોય છે,જેને લઈ આજથી પોલીસ દ્વારા ખાસ ચકાસણી કરાશે. 200 બ્રેથ એનેલાઈઝરનો ઉપયોગ કરી નશો કરેલા લોકોને ઝડપી પાડવા ઉપયોગ કરાશે. પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવશે તેમજ પોલીસ દ્વારા કેટલાક રૂટ ડાયવર્ટ પણ રાખવામાં આવ્યા છે.


સુરત પોલીસ દ્વારા કેટલાક વિસ્તારોમાં કોમ્બિંગ હાથ ધરાયુ છે.પ્રોહીબિશનની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા લોકો પર ખાસ કાર્યવાહી કરવામાં આવી છે. 700 જેટલા કેસો કરી 81 લાખનો મુદ્દામાલ કરવામાં આવ્યો છે.જેમાં 36 લાખથી વધુનો દારૂનો જથ્થો કબ્જે કરાયો છે.