અમેરિકા જવાથી ઘેલછામાં ફરી એકવાર 8 લોકોએ જીવ ગુમાવ્યાં છે.. ગેરકાયદે ઘુસવાના પ્રયાસમાં 8 લોકો મોતને ભેટ્યા છે. અમેરિકામાં ગેરકાયદે  ઘુસવાના પ્રયાસમાં મહેસાણાના મણિપુરના ચૌધરી પરિવારના 3 લોકોના મોત થયા છે  આ સાથે અન્ય 5નાં પણ મોત થયા છે. મૃતકોમાં ત્રણ લોકો મહેસાણાના મણિપુરના રહેવાસી હોવાનો ખુલાસો થયો છે. તમામ લોકો ગેરકાયદે સેન્ટ લોરેન્સ નદીમાં બોટ પર જતાં હતા આ સમયે ક્યુબેક વિસ્તારમાં બોટ પલટી ગઇ હતી.  ક્યુબેકમાં હોળી પલટતાં બોટમાં સવાર આઠેય લોકોના મોત થયા છે. વીજાપુરનો ચૌધરી પરિવાર ટુરિસ્ટ વિઝા પર કેનેડા  ફરવા ગયો હોવાની માહિતી મળી છે.  મણિપુરના  રહેવાસી ચૌધરી પરિવારના મોતના સમાચારથી સમગ્ર ગામમાં શોક વ્યાપી ગયો છે. ત્રણેય માંથી હજુ દક્ષાબેનનો મૃતદેહ નથી મળ્યો. પરિવાર મૃતદેહ ઝડપથી પરિવારને મળે માટે સરકારને અપીલ કરી રહ્યાં છે. 


મૃતકના નામ



  • 50 વર્ષીય પ્રવીણભાઈ ચૌધરી

  •  24 વર્ષીય દક્ષા બેન ચૌધરી

  • 20 વર્ષીય મીતકુમાર ચૌધરી 


કેનડાના પીએમ જસ્ટીન ટ્રૂડોએ ઘટના અંગે  દુ:ખ વ્યક્ત કર્યું છે તેમજ તપાસાન આદેશ આપ્યાં છે. સૂત્રો દ્રારા મળતી માહિતી મુજબ નકલી દસ્તાવેજ સાથે મુંબઇના એજેન્ટ પ્રતિ વ્યક્તિ 70 લાખ રૂપિયા લઇને આ રીતે અમેરિકા ગેરકાયદે પ્રવેશ કરાવી દેવાનો વાયદો કરે છે. આ રીતે અગાઉ પણ અમેરિકા જવાની ઘેલછામાં મેક્સિકોની બોર્ડર પર અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે.


Surat: ભાજપના યુવા મોરચાના કાર્યકરે આપઘાત કરતાં ચકચાર


Surat: સુરતમાં ભાજપના યુવા મોરચાના સક્રિય કાર્યકરે આત્મહત્યા કરી છે. શૈલેષ ઝાલાવડીયાએ મોડી રાત્રે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. આત્મહત્યાનું કારણ અકબંધ છે. આર્થિક સંકડામણથી કંટાળીને આપઘાત કર્યો હોવાની ચર્ચા થઈ રહી છે. ભાજપના યુવા કાર્યકરે અચાનક આત્મહત્યા કરી લેતા અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે. મૃતકના પરિવારમાં પત્ની અને બે સંતાનો છે, સરથાણા પોલીસે તપાસ હાથ ધરી છે.


હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાકમાં રાજ્યમાં છુટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. આવતીકાલથી શરૂ થનારી IPL મેચમાં વરસાદની શક્યતા નહીંવક છે. આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. જામનગર, અમરેલી, રાજકોટ, ભાવનગર, ભુજ, સુરેન્દ્ર નગર, મોરબીમાં વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતમાં નર્મદા, વલસાડ, નવસારી, દાહોદ, સુરત, અમદાવાદ, ગાંધીનગરમાં વરસાદની આગાહી છે. પવન ફૂંકાવાની સાથે વીજળીના કડાકા થવાની પણ શક્યતા છે. એકાદ જગ્યાએ મધ્યમ વરસાદ રહી શકે છે, આવતીકાલથી વરસાદની શક્યતા નહીંવત છે.