આગામી ચાર દિવસમાં ગુજરાતમાં વરસાદનું જોર ઘટશે. હવામાન વિભાગના મતે લૉ પ્રેશરની સ્થિતિ સક્રિય હોવાને કારણે દક્ષિણ રાજસ્થાન અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 15 દિવસ સુધી કોઈ વરસાદી સિસ્ટમ સર્જાય તેવી સંભાવના નહીવત છે. ચોમાસાની સિઝનમાં ગુજરાતમાં તબક્કાવાર સારો વરસાદ નોંધાયો છે. હવે વરસાદ વિરામ લેશે તો ખેડૂતો માટે સિઝન લાભદાયક નિવડશે.