સમગ્ર ગુજરાતમાં હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે ગુજરાત સરકાર એક પછી એક ક્લાસ વન અધિકારીઓની બદલીના આદેશ આપી રહી છે. ત્યારે ગુજરાતના જુનિયર સ્કેલના ક્લાસ વન અધિકારીઓની ગુજરાત સરકારે બદલીના આદેશ આપ્યા છે. ત્યારે સરકારે કયા 9 અધિકારીઓન કઈ જગ્યાએ બદલી કરી છે તેની પર એક નજર કરીએ.....
ગુજરાત સરકારે રેવન્યુ વિભાગના નવ ક્લાસ વન અધિકારીઓની બદલી કરી હતી. આ બદલીમાં એસ જે ખચ્ચર, ડી એન ઝાલા, એમ કે પ્રજાપતિ, જ્વલંત રાવલ, એચ આર પરીખ, ડી આઈ ભગલાની, એ આઈ સુથાર, ડી જે દેસાઈ, અમિત ચૌધરી જેવા અધિકારીઓનો સમાવેશ થાય છે.
અધિકારી ક્યાં મુકવામાં આવ્યા?
એસ જે ખચ્ચર પ્રાંત અધિકારી, અબડાસા, કચ્છ
ડી એન ઝાલા પ્રાંત અધિકારી, મોરબી
એમ કે પ્રજાપતિ પ્રાંત અધિકારી, નડિયાદ, ખેડા
જ્વલંત રાવલ પ્રાંત અધિકારી, ઉના, ગીર સોમનાથ
એચ આર પરીખ ડેપ્યુટી ડિસ્ટ્રિક્ટ ઈલેકશન ઓફિસર, ખેડા
ડી આઈ ભગલાની ડેપ્યુટી કલેકટર, મધ્યાહન ભોજન યોજના, બોટાદ
એ આઈ સુથાર ડેપ્યુટી ડિસ્ટ્રિક્ટ ઈલેકશન ઓફિસર, સાબરકાંઠા
ડી જે દેસાઈ ડેપ્યુટી ડિરેક્ટર, મ્યુનિસિપાલિટી કમિશનર ઓફિસ, ગાંધીનગર
અમિત ચૌધરી ડેપ્યુટી કલેકટર, સ્ટેમ્પ ડ્યુટી, નવસારી