સુરતઃ રાજ્યમાં સતત કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે. સુરતના માંગરોળ તાલુકા મથકે આવતી કાલથી 12 દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. કોરોનાના સતત વધી રહેલા કેસને લઈ આ નિર્ણય લીધો હતો. લોકડાઉન દરમિયાન માંગરોળમાં બજારો સવારે સાતથી 11 વાગ્યા સુધી ખુલ્લી રહેશે પરંતુ આ દરમિયાન આવશ્યક સેવા જેવી કે મેડિકલ અને દૂધની દુકાનો ખુલ્લી રહેશે.


ઉપરાંત માંગરોળ તાલુકા મથકમાં મુખ્ય જુમ્મા મસ્જિદ પણ બંધ રાખવાનો મુસ્લિમ આગેવાનોએ નિર્ણય લીધો હતો. માંગરોળમાં પણ વધુ 12 દિવસનું લોકડાઉન અપાતા અહિંના લોકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. માંગરોળ તાલુકામાં અત્યાર સુધીમાં કોરોનાના 495 કેસ નોંધાઇ ચુક્યા છે જ્યારે તાલુકામાં 18 લોકોના મોત થઇ ચૂક્યા છે.