અમદાવાદ: ગુજરાત બોર્ડે ધોરણ 9 અને 11ની વાર્ષિક પરીક્ષાના કાર્યક્રમમાં ફેરફાર કર્યો છે. વાર્ષિક પરીક્ષાના નવા સમયપત્રક પ્રમાણે ધોરણ 9 અને 11માં વાર્ષિક પરીક્ષા 1થી 11 એપ્રિલ દરમિયાન પરીક્ષા યોજાશે. આ પહેલા બોર્ડે વાર્ષિક પરીક્ષા 7થી 18 એપ્રિલ દરમિયાન લેવાની સુચના આપવામાં આવી હતી. પરંતુ સ્કૂલ સંચાલકોની રજૂઆત બાદ બોર્ડે પરીક્ષાની તારીખોમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
પરીક્ષા પૂરી થયા બાદ પેપર તપાસવા માટેનો સમય રહેતો નથી. કારણ કે 20 એપ્રિલથી નવું સત્ર શરૂ થઈ રહ્યું છે. જેથી બોર્ડે તારીખોમાં ફેરફાર કરીને નવી તારીખો જાહેર કરવામાં આવી છે. જેથી શિક્ષકોને પેપર તપાસ કરવાનું અને પરિણામ તૈયાર કરવા માટે યોગ્ય સમય મળી રહેશે.
ગુજકેટની પરીક્ષા 31 માર્ચે યોજાશે
ગુજકેટની પરીક્ષા નિયત કરેલા સમયપત્રક પ્રમાણે 31 માર્ચે લેવાશે. પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ હોલટીકિટ ડાઉનલોડ કરી શકે છે. આ વર્ષે રાજ્યમાંથી 1.25 લાખ ઉમેદવારો ગુજકેટની પરીક્ષા આપશે. જેમાં ગ્રૂપ-એમાં 49 હજાર, ગ્રૂપ-બીમાં 75 હજાર અને ગ્રૂપ એબીમાંથી 374 ઉમેદવારો પરીક્ષા આપશે.
ધોરણ 9 અને 11ની વાર્ષિક પરીક્ષા હવે કઈ તારીખે લેવાશે? જાણો નવી તારીખ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
17 Mar 2020 09:31 AM (IST)
પરીક્ષા પૂરી થયા બાદ પેપર તપાસવા માટેનો સમય રહેતો નથી. કારણ કે 20 એપ્રિલથી નવું સત્ર શરૂ થઈ રહ્યું છે. જેથી બોર્ડે તારીખોમાં ફેરફાર કરીને નવી તારીખો જાહેર કરવામાં આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -