Makar Sankranti 2024: પંચમહાલના શહેરા તાલુકામાં ઉતરાયણનો તહેવાર માતમમાં ફરેવાયો છે. એક તરફ સૌ કોઈ પતંગ ઉડાવી ઉતરાયણી ઉજવણી કરી રહ્યા હતા તો બીજી તરફ બોરડી ગામના 12 વર્ષના કિશોરનું પતંગની દોરીથી ગળુ કપાતા મોત થતા માતમ છવાયો હતો. બાઇક પર સવાર કિશોર બોરડી ગામેથી મામાને ત્યાંથી પિતા સાથે પરત ફરતા સમયે મોતને ભેટ્યો હતો.
તરુણ માછી નામના કિશોરનું પતંગ દોરીથી ગળુ કપાતા મોત થયું છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર વાડીનાથ પાસે બાઇક લઇ પસાર થઈ રહ્યા હતાં દરમિયાન અચાનક તરૂણ માછીના ગળાના ભાગે પતંગની દોરી આવી જતાં ગળાનાં ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત કિશોરને સારવાર અર્થે હોસ્પીટલ લઈ જવાયો જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. માસૂમ કિશોરના મોતને પગલે પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે.
દાહોદમાં મકરસંક્રાતિનો તહેવાર માતમમાં ફેરવાયો છે. અહીં પતંગ ઉડાવતા સમયે કરંટ લાગતા 10 વર્ષીય બાળકનું મોત થયું છે. દાહોદ જીલ્લાના કથોલીયા ગામે આ દુર્ઘટના બની હતી. દસ વર્ષેનો બાળક ઘરની બહાર પતંગ ઉડાવતો હતો ત્યારે વીજ કેબલોમાં દોરી ફસાતા કરંટ લાગ્યો હતો. કરંટ લાગતા આસપાસના લોકો અને પરિજનોએ બાળકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા. જ્યાં હાજર ડોક્ટરે બાળકને મૃત જાહેર કર્યો હતો. ત્યાર બાદ સિવિલ હોસ્પિટલ ખાતે મતદેહને પીએમ માટે લઈ જવાયો હતો. ઘટનાને લઇ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. દસ વર્ષનાં બાળકનું મોત થતા પરિજનોમાં ગમગમીનો માહોલ છવાયો છે.
વાઘોડિયાના આમોદર ના રસિક પટેલનું દોરી વાગી જતાં મોત