સાબરકાંઠા:રાજ્યમાં રખડતા ઢોરની સાથે શ્વાનનો આતંક યથાવત છે. ઇડરના ગોરલમાં બાળક પર રખડતા શ્વાન તૂટી પડ્યાં. બાળકને એટલી ગંભીર ઇજા પહોંચી કે ચહેરા પર 80 ટાંકા લેવા પડ્યાં
રાજ્યમાં વધુ એક શ્વાનના આતંકની ઘટના સામે આવી છે. સુરત, જામનગર બાદ ઇડરના ગોરલમાં પણ રખડતાં શેરીના કુતરાનો આતંક જોવા મળ્યો છે. અહીં 2 વર્ષના બાળક પર કતરો એવો તૂટી પડ્યો કે તેના મોઠાને ફાડી ખાધું. બાળકને એટલી હદે ઇજા પહોંચી હતી કે ચહેરા પર 80 ટાંકા લેવાની ફરજ પડી. હાલ બાળક ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
બાળક બહાર રમતું હતું એ દરમિયાન શ્વાન તેના પર તૂટી પડ્યું, અને તેના ચહેરા પર એટલા બચકા ભર્યો કે બાળકના આખો ચહેરો લોહી લોહાણ થઇ ગયો . જો કે માતાનું ધ્યાન જતાં માતાએ કૂતરાના મોઢામાંથી બાળકને બચાવ્યો હતો.
Surat: ખજોદમાં શ્વાનના આતંકનો ભોગ બનેલી 2 વર્ષની બાળકીનું સારવારમાં મોત, પરિવારમાં શોકનો માહોલ
Surat News: સુરતમાં શ્વાનનો આતંક છે. શહેરમાં ખજોદ વિસ્તારમાં 2 વર્ષની બાળકીને શ્વાને 40 જેટલા બચકાં ભર્યા હતા. જે બાદ બાળકીને સારવાર અર્થે લઈ જવામાં આવી હતી. જ્યાં સારવારમાં તેનું મોત થયું હતું. વ્હાલસોયીના મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.
ખજોદ ખાતે ડાયમંડ બુર્સમાં આવેલી લેબર કોલોનીમાં રહેતા રવિકુમાર કહારની બે વર્ષીયની પુત્રીને રવિવારે સવારે ત્રણ-ચાર શ્વાને બચકાં ભરતા સારવાર માટે નવી સિવિલમાં કિડની બિલ્ડીંગમાં લાવ્યા હતા. જોકે બાળકીને 30 થી 40 જેટલા ભાગે બચકા ભર્યા હોવાનું ડોકટરે કહ્યુ હતુ. જેથી તે બાળકીને જે ભાગે બચકાથી ધા પડયા હતા. જેથી તે ઘાને અનુલક્ષીને ધાની નજીકમાં ૩૦ જેટલી વખત હડકવા વિરોધી રસી જરૂરીયાત પ્રમાણે આપવામાં આવી હતી. એવુ સિવિલના ડોકટરે કહ્યુ હતું.
સુરતમાં 2022માં 16 હજારથી વધુ લોકોને કૂતરાએ બચકાં ભર્યા
સુરત શહેરમાં વિવિધ વિસ્તારોમાં રખડતા કૂતરાઓનો ત્રાસ પ્રતિદિન વધી રહ્યો છે. જોકે ગત વર્ષ 2022માં શહેરમાં વિવિધ વિસ્તારોમાં કૂતરાએ બચકા ભર્યા બાદ 1653 વ્યક્તિઓ સારવાર માટે નવી સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં આવ્યા હતા. જયારે જેટલા ભાગે બચકા ભરવાથી ઘા પડતા હોય એટલા ભાગે ઘાને અનુલક્ષીને નવી સિવિલમાં હડકવા વિરોધી રસી આપવામાં આવી રહી છે.