જામનગરઃ શહેરની 21 વર્ષીય યુવતીએ ટ્રેન નીચે પડતું મૂકીને આપઘાત કરી લેતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. યુવતીએ પ્રેમીના વિરહમાં આપઘાત કરી લેતા સમગ્ર વિસ્તારમાં આ મુદ્દે ટોક ઓફ ધી ટાઉન બન્યો છે. યુવતીના પ્રેમીના ચાર દિવસ પહેલા વાહન અકસ્માતમાં મોત થયું હતું. પ્રેમીના વિરહમાં યુવતીએ આપઘાત કરી લીધો છે.
આ અંગે મળતી વિગતો પ્રમાણે, વહેલી સવારે યુવતીએ રેલવે કોલોની પાસે ટ્રેનના એન્જિન નીચે પડતું મૂકીને આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતાં સિટી પોલીસ દોડી આવી હતી. તેમજ લાશનો કબ્જો મેળવી પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવી હતી. મૃતક યુવતીના પરિવારનું નિવેદન લેતા દીકરીને શહેરના જ એક યુવક સાથે પ્રેમસંબંધ હતા.
બંનેના પ્રેમસંબંધને પરિવારે પણ સ્વીકારી લીધો હતો. જોકે, ચાર દિવસ પહેલા શહેરના ગુરુદ્વારા સર્કલ પાસે થયેલા બાઇક અકસ્માતમાં યુવકનું મોત થયું હતું. પ્રેમીના મોત પછી ગુમસુમ રહેતી યુવતીએ પણ આપઘાત કરી લીધો હતો.
જામનગરઃ 21 વર્ષીય યુવતીએ ટ્રેન નીચે પડતું મૂકીને કરી લીધો આપઘાત, કારણ જાણીને ચોંકી ઉઠશો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
30 Jan 2021 11:44 AM (IST)
વહેલી સવારે યુવતીએ રેલવે કોલોની પાસે ટ્રેનના એન્જિન નીચે પડતું મૂકીને આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતાં સિટી પોલીસ દોડી આવી હતી.
પ્રતિકાત્મક તસવીર.
- - - - - - - - - Advertisement - - - - - - - - -