પાટણ: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. આ દરમિયાન દરેક પક્ષો મુરતિયા પસંદ કરવામાં લાગી ગયા છે અને રાજકિય-સામાજિક આગેવાનો પણ સક્રિય થઈ ગયા છે. આ દરમિયાન પાટીદાર અગ્રણી નરેશ પટેલે મોટું નિવેદન આપ્યું છે.


નરેશ પટેલે કહ્યું, દરેક સમાજ રાજકારણ સાથે જોડાયેલો હોય છે. સમય આવે રાજકિય પરિવર્તન પણ જોવા મળશે. આ બંને સમાજ એક થતાં પાટીદાર સમાજનું રાજકિય હિત પણ જોવાશે. ઉત્તર ગુજરાતમાં બનવા જઈ રહેલા ખોડલધામને લઈ નિવેદન આપતાં પાટીદાર અગ્રણીએ કહ્યું, બંને સમાજ લાંબા સમય પછી એકત્ર થાય તેવા પ્રયાસ આજથી શરૂ કરવામાં આવશે.

તેમણે એમ પણ કહ્યું, બંને સમાજ એક થતાં રાજકિય સમીકરણો પણ બદલાશે. દરેક સમાજને ફાયદો થાય તે દિશામાં કામ કરીશું. ઉંઝામાં બંન સમાજના અગ્રણી સાથે મીટિંગ કરી ચર્ચા કરવામાં આવશે.

કારમાં સેનિટાઇઝરનો ઉપયોગ કરતી વખતે રહો સાવધાન! આ વાતો રાખો ધ્યાનમાં

રાશિફળ 30 જાન્યુઆરીઃ  આજે ગ્રહોની ચાલ તમામ રાશિને કરશે પ્રભાવિત, જાણો તમારું રાશિફળ