અમરેલી: રાજ્યમાં વન્ય પ્રાણી અને રખડતા ઢોરનો આતંક ફરી લોકોને ડરાવી રહ્યો છે. અમરેલી જિલ્લામાં ફરી વન્ય પ્રાણીઓ લોકો પર હુમલો કરી રહ્યા છે. અમરેલીના ધારીના જીરા ગામે બાળકી ઉપર દીપડાએ હુમલો કર્યો છે. ગામમાં મકાનમાં સુતેલી ત્રણ વર્ષથી બાળકીને દીપડો ઉઠાવી ગયો અને તેને ફાડી ખાધી હતી. આ ઘટનાની જાણ થતા વન વિભાગની ટીમ અને પોલીસ પહોંચી ઘટના સ્થળે પહોંચી હતી. બાળકીના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. દીપડાને પાંજરે પૂરવા વનવિભાગ દ્વારા પાંજરા ગોઠવવાની કવાયત શરૂ કરી છે.
બનાસકાંઠાના ડીસાના રાણપુરમાં મિત્રએ કરી મિત્રની હત્યા
ડીસાઃ બનાસકાંઠામાં ડીસાના રાણપુરમાં થયેલ હત્યાના મામલે ખુલાસો થયો છે. મિત્રની પત્ની વિશે જેમ તેમ બોલતો હોવાનો વહેમ રાખી મિત્રએ જ મિત્રને મોતને ઘાટ ઉતાર્યો હતો. પોલીસે ઘટનાને પગલે મૃતક યુવકની કોલ ડીટેલ ચેક કરતા સમગ્ર કેદ ઉકેલાયો હતો. ગામના જ 4 લોકોએ ભેગા મળી પોપટજી ઠાકોરની હત્યા કરી મૃતદેહ ફેંકી દીધો હોવાનું સામે આવ્યું છે.પોલીસે આરોપી તેના ભાઈ-પિતા સહીત 4ની ધરપકડ કરી છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
રેંજ ફોરેસ્ટ ઓફિસર વિરુદ્ધ બળાત્કારનો ગુન્હો
Veraval : ગીર સોમનાથ જિલ્લામાં વેરાવળના રેંજ ફોરેસ્ટ ઓફિસર વિરુદ્ધ બળાત્કારનો ગુન્હો નોંધાતા વનવિભાગમાં ખળભળાટ મચી ગયો છે. સુત્રાપાડાની એક પરણીતાએ નોંધાવી ફરિયાદ વેરાવળના રેંજ ફોરેસ્ટ ઓફિસર હરેશ ગલચર પર અનેક વાર બળાત્કાર ગુજાર્યાનો આક્ષેપ કર્યો છે. મહિલાએ ત્યાં સુધી ગંભીર આક્ષેપો કર્યા કે RFO હરેશ ગલચરે વેરાવળ ફોરેસ્ટ ઓફીસ તેમજ ફોરેસ્ટ ક્વાર્ટરમાં બોલાવી તેના પર અનેક વાર દુષ્કર્મ આચર્યું હતું. આ સમગ્ર મામલે ગુન્હામાં મદદગારી કરનાર દાનીશ પંજા અને રાજ ગલચર વિરુદ્ધ પણ ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે. RFO હરેશ ગલચર વિરુદ્ધ ગુન્હો નોંધાતા વન વિભાગ માં ખળભળાટ મચી ગયો છે.
મહિલા પર બળાત્કાર 25 વાર ગુજાર્યાના આરોપ
વેરાવળ પોલીસ સ્ટેશનમાં સુત્રાપાડાના એક ગામની પરણીતાએ વેરાવળ રેંજ ફોરેસ્ટ ઓફિસર પર બળાત્કારના ગંભીર આક્ષેપ સાથે ફરિયાદ નોંધાવતા ખળભળાટ મચી ગયો છે.આ અંગે ગીર સોમનાથ જિલ્લા એ.એસ.પી. ઓમપ્રકાશ જાટ દ્વારા મીડિયાને માહિતી આપતા જણાવેલ કે, આ ઘટનાની પીડિત મહિલાના સંબંધી ગેરકાયદે લાયનશોમાં પકડાયેલ જેને છોડાવવા પીડિતા તેના પતિ સાથે RFO હરેશ ગલચર ને મળ્યા હતા. સંપર્કમાં આવેલ પીડિતાના મોબાઈલ નંબર મેળવી તેને મદદની લાલચ આપી શરીર સબંધ બાંધ્યો હતો. ત્યારબાદ પીડિતાના કહેવા મુજબધાકધમકી આપી ફોરેસ્ટ ક્વાર્ટર અને કચેરીમાં 25 વખત બળજબરીથી બળાત્કાર ગુજાર્યો હતો.