આણંદ: ઉમરેઠમાં ઈદગાહ ચોગાનમાં મહિલાએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી છે. પરણિત મહિલાએ ઝાડ પર ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. 40 વર્ષની પરણિતાએ બે બાળકોને તરછોડી આત્મહત્યા કરી લીધી છે. આ ઘટના અંગે સામે આવેલી વિગતો અનુસાર પ્રેમ પ્રકરણમાં વારંવાર ઘરમાં ઝઘડો થતાં  મહિલાએ આ પહલું ભરી લીધું. આત્મહત્યાની જાણ થતા જ ઉમરેઠ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


BOTAD : VHP નેતાને હત્યાની ધમકી આપનાર આરોપી સિરાજની પોલીસે કરી ધરપકડ


BOTAD : બોટાદ શહેરમાં વિશ્વ હિન્દૂ પરિષદ (VHP) ના શહેર પ્રમુખને અપહરણ અને હત્યા કરવાની ધમકી આપનાર  સિરાજ ઊર્ફે ખલ્યાણીની પોલીસે ધરપકડ કરી છે. ગત તારીખ 5 મે ના રોજ બોટાદ  વિશ્વ હિન્દુ પરિષદના  શહેર પ્રમુખ મહેન્દ્રભાઈ લાલજીભાઈ માળી ટાંકોલીયાને સિરાજે કારમાં બેસાડી અપહરણ અને હત્યા કરવાની ધમકી આપી હતી. જે બાદ  મહેન્દ્રભાઈએ પોલીસ ફરિયાદ કરતા પોલીસે સિરાજની ધરપકડ કરી છે. 


કારમાં બેસાડી અપહરણ અને હત્યાની ધમકી આપી 
બોટાદ  વિશ્વ હિન્દુ પરિષદના  શહેર  પ્રમુખ મહેન્દ્રભાઈ લાલજીભાઈ માળી ટાંકોલીયાને   ગત તારીખ 5 મેંના રોજ બપોરના  ત્રણેક વાગ્યે  નાગલપર દરવાજા પાસે  નંબર વગરની સ્વીફ્ટ  કારમાં આવેલ સિરાજ ઊર્ફે  ખલ્યાણી  દ્વારા કારમાં  બેસાડી અને કહ્યું  “ગામમા તમે હનુમાનજી મદિર ઉપર  લાઉડસ્પીકર બાંધેલા છે. તે ઊતારી લેજો નહિતર કિશન ભરવાડ વાળી થશે  અને અમારું શું   કરી લેશો? તમને ગાડીમાં બેસાડી તમારૂં અપહરણ કરી જાવ તો મારું   કઈ નહીં  કરી શકો. તમે બધા અમારા ધ્યાનમાં જ છો માપમાં રેહજો નહિતર  જાન નથી મારી નાખીશ”  તેવી ધમકી આપી હતી. આ સમગ્ર મામલે મહેન્દ્રભાઈ દ્વારા  બોટાદ પોલીસ  સ્ટેશનમાં  સિરાજ ઉર્ફે  હુસેન ખલ્યાણી રહે-બોટાદ વાળા સામે  ફરિયાદ  નનોંધાવી હતી છે જેને લઈ બોટાદ પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.