થરાદઃ બનાસકાંઠામાં થરાદ તાલુકાની પ્રાથમિક શાળામાં પરિણામમાં ગોટાળા થયાનો ખુલાસો થયો છે.મળતી જાણકારી અનુસાર, બનાસકાંઠાના થરાદની મિયાલ પ્રાથમિક શાળામાં ધોરણ 8ના પરિણામમાં બાળકને અંગ્રેજીમાં 160માંથી 165 ગુણ અપાયા હતા.તો સામાજિક વિજ્ઞાનમાં 160માંથી 174 ગુણ અને અંગ્રેજીમાં પણ 160માંથી 165 ગુણ આપવામા આવ્યા હતા. પ્રાથમિક શાળામાં વાર્ષિક મૂલ્યાંકન 160 ગુણ હોય છતાં 160 કરતા વધુ ગુણ અપાતા બેદરકારી સામે આવી છે.


આ પરિણામના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થતા શિક્ષકોની કામગીરી સામે પણ સવાલ ઉઠી રહ્યા છે. આશ્વર્યની વાત તો એ છે કે પરિણામ વર્ગ શિક્ષકે તૈયાર કર્યા બાદ આચાર્યએ સહી સિક્કા પણ કર્યા હતા. આ મામલે ડીપીઇઓએ કહ્યું હતું કે તાત્કાલિક સ્કૂલના શિક્ષક અને આચાર્યને આ મામલે ખુલાસા માટે બોલાવ્યા છે.


આ બે શહેર વચ્ચે દોડશે દેશની પ્રથમ સેમી હાઈસ્પીડ ટ્રેન, ગુજરાત સાથે છે ખાસ કનેક્શન


Regional Rapid Rail: દિલ્હી અને મેરઠ વચ્ચે દેશની પ્રથમ રીજનલ રેપિડ રેલ દોડશે. જેનું ગુજરાત કનેક્શન પણ સામે આવ્યું છે. તમને જણાવી દઇએ કે, આ રીજનલ રેપિડ રેલના કોચ વડોદરા જિલ્લાના સાવલી મંજુસર જીઆઇડીસી સ્થિત અલસ્ટોમ કંપનીમાં તૈયાર કરવામાં આવ્યા છે. દિલ્હી-મેરઠ વચ્ચે સૌથી પહેલી સેમી હાઈસ્પીડ ટ્રેન દોડશે. તબક્કાવાર 35 ટ્રેન સેટ (210 કોચ) સાવલીથી રવાના કરવામાં આવશે. નોંધનિય છે કે, દેશની આ ફર્સ્ટ સેમી હાઈસ્પીડ ટ્રેન મુસાફરોને 'એર ટ્રાવેલ' જેવી ફિલિંગ આપશે. 


આ ટ્રેનના બધા કોચ વડોદરાના સાવલીમાં બનાવવામાં આવ્યા છે. આ ટ્રેન 100 કિલોમીટર પ્રતિ કલાકની એવરેજ સ્પીડ પ્રમાણે ચાલશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મેક ઇન ઇન્ડિયા નીતિ હેઠળ વડોદરા સાવલી પ્લાન્ટમાં RRTSની તમામ ટ્રેનનું નિર્માણ કરાશે. ભારત સરકારના નિવાસ અને શહેરી મંત્રાલયના સચિવ ઉપસ્થિતિમાં આ ટ્રેનના સેટ રાષ્ટ્રીય રાજધાની પરિવહન ક્ષેત્ર (NCRTC)ને સોપવામાં આવ્યા હતા. પ્રથમ ટ્રેન બોર્ડ ટ્રેલર પર રાખી 14 મેની આસપાસ ઉત્તર પ્રદેશના જિલ્લા ગાજીયાબાદ સ્થિત દુહાઈ ડિપોમાં પહોંચી જવાની આશા છે


કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાનું મોટું નિવેદન, દેશમાં 2025 સુધીમાં જ દૂર થશે TB


કોંગ્રેસ પાર્ટીની બેઠકમાં પહોંચેલા રાહુલ ગાંધીએ નેતાઓને પૂછ્યું, ‘મારે બોલવાનું શું છે?’, જુઓ વિડીયો


SURAT : કુમાર કાનાણીનો ટ્રાફિક પોલીસ પર મોટો આરોપ, કહ્યું 4000ના દંડનો ભય બતાવી 1000 રૂપિયા પડાવે છે


કોરોનાથી થયેલા મોતના આંકડાઓ અંગેના WHOના રિપોર્ટ પર મનસુખ માંડવિયાનું મોટું નિવેદન, જાણો શું કહ્યું