અમદાવાદ: મુખ્યમંત્રી ભૂપેંદ્ર પટેલની સુરક્ષામાં મોટી ચૂક સામે આવી છે.મુખ્યમંત્રીની કારના કાફલામાં અચાનક એક બ્લેક કલરની કાર ઘુસી ગઈ હતી.  અમદાવાદ -મહેસાણા હાઇવે પર છત્રાલ નજીક મુખ્યમંત્રી ભૂપેંદ્ર પટેલના કાફલામાં કાળા કલરની મહિંદ્રા થાર ઘૂસી ગઈ હતી. પોલીસે કાર ચાલક સામે ફરિયાદ દાખલ કરી છે. 


પોલીસે ના પાડવા છતાં યુવકે પોતાની થાર મુખ્યમંત્રીના કાફલામાં ચલાવી હતી.  અંતે મુખ્યમંત્રી ભૂપેંદ્ર પટેલના કાફલામાં થાર ઘુસડાનાર  યુવક સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.  છત્રાલ પાસે મુખ્યમંત્રીના કાફલામાં થાર ઘુસાડી હતી. પોલીસે હટાવવાનું કહેવા છતા તેને કારને હટાવી નહોતી.  


કડીના ચડાસણા ગામના 35 વર્ષીય યુવક સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.  મનુભાઈ લલ્લુભાઈ રબારી સામે ફરજમાં રૂકાવટ અંગેનો કેસ દાખલ કરવામાં આવ્યો છે.  થાર કાળા કલરની ફિલ્મ વાળી અને નંબર પ્લેટ વગરની હતી.  


હવામાન વિભાગની આગાહી વચ્ચે સૌરાષ્ટ્રના આ જિલ્લાઓમાં વરસાદ શરૂ 


હવામાન વિભાગની આગાહી વચ્ચે સૌરાષ્ટ્રના કેટલાય વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે.  અમરેલી, ગીર સોમનાથ અને રાજકોટ જિલ્લામાં વરસાદી માહોલ છે. રાજકોટના ઉપલેટમાં વરસાદ વરસ્યો છે.   રાજકોટ જિલ્લાના ઉપલેટામાં બે દિવસના વિરામ બાદ ફરી વરસાદી માહોલ છે.  ઉપલેટામાં સવારથી જ ભારે ઉકળાટ બાદ બપોરે વરસાદ વરસ્યો છે.  બપોર બાદ ઉપલેટામાં ધીમી ધારે વરસાદ વરસ્યો છે.  બે દિવસના વિરામ બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક જોવા મળી હતી. રાજકોટના જેતપુરમાં પણ છેલ્લા એક અઠવાડીયાથી વરસાદી માહોલ છે.  


અંબાલાલ પટેલે શું કરી આગાહી


અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં આગામી દિવસોમાં બે તબક્કામાં મન મૂકીને મેઘરાજા વરસશે. અંબાલાલ પટેલના મતે 7 થી 15 જુલાઈ દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસશે. ત્યારબાદ 25 જુલાઈથી 8 ઓગસ્ટ દરમિયાન ફરી એક વખત સારો વરસાદ વરસશે.


આગામી બે દિવસ ગુજરાતમાં મન મુકીને  વરસાદ પડશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈને આગાહી કરી છે.ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર,કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. 25 જૂલાઇથી 8 ઓગષ્ટ ફરી એક વાર  વરસાદ પડશે. પવન સાથે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ચોમાસાની સિઝનમાં અત્યાર સુધી ગુજરાતમાં સરેરાશ 11 ઇંચ વરસાદ નોંધાયો છે. સૌથી વધુ કચ્છ ઝોનમાં  સરેરાશ 16 ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં 15.33 ઇંચ વરસાદ નોંધાયો છે.  સૌથી ઓછો મધ્ય ગુજરાતમાં વરસાદ નોંધાયો છે. અહીં સિઝનનો 20.40 ટકા વરસાદ પડ્યો છે. સૌરાષ્ટ્રમાં સરેરાશ 46.71  અને ઉત્તર ગુજરાતમાં 29.29 ટકા વરસાદ નોંધાયો છે. 


Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial