Gujarat Samachar: કબુતરબાજી કેસમાં તપાસમાં વધુ એક મોટો ખુલાસો થયો છે. એજન્ટોએ ફ્લાઇટ મુંબઇ એરપોર્ટ આવતા તમામ પેસેન્જરોના મોબાઇલમાંથી વોટ્સએપમાંથી તમામ ડેટા ડીલીટ કરાવી દીધાનો ફરિયાદમાં ઘટસ્ફોટ થયો છે. ગુજરાતના પેસેન્જરોની તપાસ કરી રહેલી અધિકારીઓને જાણવા મળ્યું કે એજન્ટોએ પોલીસથી બચવા માટે જ્યારે વિમાન મુંબઇ એરપોર્ટ પર પહોંચ્યું ત્યારે એજન્ટોએ તમામ પેસેન્જરોને પોલીસ કેસમાં ફસાઇ જવાનો ડર બતાવીને વોટ્સએપમાંથી કબુતરબાજીને લગતી તમામ ચેટ ડીલીટ કરાવી દીધી હતી.


જે ડેટા રીકવર કરવા માટે તમામ મોબાઇલ ફોન જપ્ત કરીને ફોરેન્સીક એક્સપર્ટની મદદ લેવામાં આવી રહી છે. એજન્ટો પેસેન્જરોને ગેરકાયદેસર રીતે અમેરિકા મોકલવા અગાઉ સેન્ટ્રલ અમેરિકાનો રૂટ પંસદ કરતા હતા. પરંતુ, સેન્ટ્રલ અમેરિકામાં વિઝા ઓન અરાઇવલ સુવિદ્યા બંધ કરવામાં આવતા એજન્ટોએ નિકારાગુઆનો રૂટ શરૂ કર્યો હતો. ગુજરાતમાંથી ૬૬ લોકો સહિત પંજાબ તેમજ અન્ય રાજ્યોના મળીને કુલ ૨૭૬ મુસાફરોને ફ્રાન્સના વિટ્રી એરપોર્ટ પરથી લિજેન્ડ એરલાઇનની ફ્લાઇટમાં ઝડપી લીધા હતા. જે બાદ તમામને ડીપોર્ટ કરીને મુંબઇ એરપોર્ટ લાવવામાં આવ્યા હતા. હાલ ગેરકાયદેસર રીતે અમેરિકા મોકલવા માટે એજન્ટોના નેટવર્કની તપાસ સીઆઇડી ક્રાઇમ કરી રહી છે.


ગુજરાતના પેસેન્જરોની તપાસ કરી રહેલી  સીઆઇડી ક્રાઇમના અધિકારીઓને જાણવા મળ્યું હતું કે એજન્ટોએ પોલીસથી બચવા માટે જ્યારે વિમાન મુંબઇ એરપોર્ટ પર પહોંચ્યું ત્યારે એજન્ટોએ તમામ પેસેન્જરોને પોલીસ કેસમાં ફસાઇ જવાનો ડર બતાવીને વોટ્સએપમાંથી કબુતરબાજીને લગતી તમામ ચેટ ડીલીટ કરાવી દીધી હતી. એજન્ટો પેસેન્જરોને ગેરકાયદેસર રીતે અમેરિકા મોકલવા અગાઉ સેન્ટ્રલ અમેરિકાનો રૂટ પંસદ કરતા હતા. પરંતુ, સેન્ટ્રલ અમેરિકામાં વિઝા ઓન અરાઇવલ સુવિદ્યા બંધ કરવામાં આવતા એજન્ટોએ નિકારાગુઆનો રૂટ શરૂ કર્યો હતો. ગુજરાતમાંથી ૬૬ લોકો સહિત પંજાબ તેમજ અન્ય રાજ્યોના મળીને  કુલ ૨૭૬ મુૂસાફરોને ફ્રાન્સના વિટ્રી એરપોર્ટ પરથી લિજેન્ડ એરલાઇનની ફ્લાઇટમાં ઝડપી લીધા હતા. જે બાદ તમામને ડીપોર્ટ કરીને મુંબઇ એરપોર્ટ લાવવામાં આવ્યા હતા. આ ૨૭૬ મુસાફરોમાંથી ૬૬ મુસાફરો ગુજરાતીઓ હતા અને તેમને ગેરકાયદેસર રીતે અમેરિકા મોકલવા માટે એજન્ટોના નેટવર્કની તપાસ સીઆઇડી ક્રાઇમ દ્વારા કરવામાં આવી રહી છે. જે સંદર્ભમાં ફરિયાદ દાખલ થઇ તે પહેલા પોલીસે તમામ ૬૬ મુસાફરો પાસેથી મોબાઇલ ફોન અને ગેટેઝ્સ જપ્ત કર્યા હતા.