દીવઃ દીવથી ગુજરાતમાં દારૂ ઘુસાડતા ભાજપના એક નેતા ઝડપાયા હતા. મળતી જાણકારી અનુસાર, પાલિતાણા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ ચેતનભાઈ ડાભી ઈનોવા કારમાં દીવથી દારૂ લઈને નીકળ્યા હતા ત્યારે દીવ નજીક આવેલી ઉનાની માંડવી ચેક પોસ્ટ પાસે પોલીસે કારમાં તપાસ કરતા 251 બોટલ દારૂ મળી આવ્યો હતો.


કારમાં તેમની સાથે અન્ય બે શખ્સો પણ હતા. MLA લખેલી કારને દીવની બહાર નીકળતા જ ચેકપોસ્ટ પર રોકવામાં આવી અને તપાસ કરતા કારમાંથી 251 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે વિદેશી દારૂ અને કાર સહિત 8 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.


Gujarat Election 2022: પ્રધાનમંત્રી મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સૌરાષ્ટ્રમાં કરશે પ્રચંડ પ્રચાર


Gujarat Election 2022: ગુજરાતમાં ચૂંટણી જંગ જામ્યો છે. એવામાં હવે પીએમ મોદી, કેંદ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડા ધૂઆધાર પ્રચાર કરશે. 20 નવેમ્બરે રવિવારે પીએમ મોદી ગુજરાત પ્રવાસે આવશે.  પ્રધાનમંત્રી મોદી સૌરાષ્ટ્રમાં  પ્રચાર કરશે. એક જ દિવસમાં સૌરાષ્ટ્રમાં પીએમ મોદીની 4 સભા યોજાશે. વેરાવળ, ધોરાજી, અમરેલી અને બોટાદમાં પીએમ મોદી જંગી જાહેર સભા ગજવશે. 18 નવેમ્બરે ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા પણ ચૂંટણી સભાઓ ગજવશે. નડ્ડા સોમનાથ, સુરતની ચોર્યાસી અને રાજકોટની ઈસ્ટ વિધાનસભા બેઠક પર ચૂંટણી સભાઓ સંબોધશે. 


ભાજપના સ્ટાર પ્રચારકો


ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટીના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર થઈ ગઈ છે. ભાજપના સ્ટાર પ્રચારકોની યાદીમાં પ્રધાનમંત્રી મોદી, કેંદ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેંદ્ર ફડણવીસ, આસામના મુખ્યમંત્રી હેમંત શર્મા બિસ્વા સહિતના નેતાઓને સ્ટાર પ્રચારક બનાવાયા છે. સ્ટાર પ્રચારકોની યાદીમાં અભિનેતા પરેશ રાવલ, હેમા માલિની, રવિ કિશન, મનોજ તિવારીના નામ સામેલ છે. આ સિવાય ઘણા રાજ્યોના મુખ્યમંત્રીઓને પણ આ યાદીમાં સ્થાન મળ્યું છે. જેમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, મધ્યપ્રદેશના સીએમ શિવરાજ સિંહ ચૌહાણ, આસામના સીએમ હિમંતા બિસ્વા શર્મા અને મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પણ સ્ટાર પ્રચારક હશે. આ ઉપરાંત ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. બંનેએ ચૂંટણી લડવાનો ઈન્કાર કરી દીધો હતો. બીજી તરફ અભિનેતા પરેશ રાવલ ઉપરાંત ભોજપુરી ગાયક અને પાર્ટીના સાંસદ મનોજ તિવારી, અભિનેતા-રાજકારણી રવિ કિશન અને ગાયક-રાજકારણી દિનેશ લાલ યાદવ 'નિરહુઆ' પણ આ યાદીમાં છે.


ચૂંટણીના દિવસે સ્કૂલો-કોલેજો અને સરકારી કચેરીઓ બંધ રહેશે




ગુજરાતમાં બે તબક્કામાં વિધાનસભા ચૂંટણી યોજાશે. રાજ્યમાં 1 અને 5 ડિસેમ્બરે મતદાન થશે.  આ દિવસે જે જિલ્લાઓમાં મતદાન હશે તે જિલ્લાઓની સ્કૂલો-કોલેજોથી માંડી સરકારી કચેરીઓ બંધ રહેશે.સ્કૂલો-કોલેજોમાં મતદાન મથક પણ રાખવામા આવે છે જેથી વ્યવસ્થાના ભાગરૃપે તેમજ કર્મચારીઓ મતદાન કરી શકે તે માટે સ્ટેચ્યુટરી જોગવાઈ મુજબ રજા આપવામા આવતી હોય છે. ગુજરાતમાં 1 ડિસેમ્બરે સૌરાષ્ટ્ર,કચ્છ અને દક્ષીણ ગુજરાતની 89 બેઠકો પર મતદાન છે ત્યારે આ 89 બેઠકો-મતવિસ્તારો છે ત્યાંના જીલ્લાની તમામ સ્કૂલો-કોલેજો અને શિક્ષણ સંસ્થાઓમાંથી માંડી સરકારી કચેરીઓમાં 1 ડિસેમ્બરે જાહેર રજા રહેશે.