ગાંધીનગર: ગુજરાત સરકારે આજે ગૃહમાં શિક્ષકોની બદલીને લઈને મહત્વનો નિર્ણય લીધો છે. શિક્ષકોની બદલીઓ અંગેનો પરિપત્ર ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવશે. આગામી બે દિવસમાં શિક્ષકોની બદલીઓના નિયમોને લગતો પરિપત્ર બહાર પાડવામાં આવશે. આ અંગે વિધાનસભા ગૃહમાં શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ નિવેદન આપ્યું હતું.
આજે પ્રાથમિક શિક્ષકોના બદલી માટેના નિયમોની ગૃહમાં જાહેરાત કરવામાં આવી. બદલીની જોગવાઈ 10 વર્ષથી 5 વર્ષ કરવામાં આવી છે. આ ઉપરાંત પતિ પત્નીના કિસ્સાની જાહેરાત પણ કરવામાં આવશે. આ અંગે બે દિવસમાં પરિપત્ર શિક્ષણ વિભાગ દ્વારા જાહેરાત કરવામાં આવશે.
પાલીતાણામાં વનરક્ષક પરીક્ષાના પેપર લીક થયાના આક્ષેપ મામલે પોલીસે શું કર્યો ખુલાસો?
પાલિતાણાઃ ભાવનગરના પાલીતાણા ખાતેથી વનરક્ષક પરીક્ષાના પેપર લીક થયુ હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા. આ મામલે પોલીસે ખુલાસો કર્યો હતો. પોલીસે અખબારી યાદી મારફતે જણાવ્યું હતું કે પેપર લીક થયાની વાતમાં કોઈ તથ્ય નથી. સમગ્ર મામલે ત્રણ સામે કોપીકેસનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
યુવા કેરિયર એકેડમીના સંચાલક મહેશ ચુડાસમાંની પૂછપરછ બાદ તેના મિત્ર નિલેશ મકવાણાએ પરીક્ષાના પ્રશ્નપત્રના ફોટા મોકલ્યા હોવાનું કબૂલ્યું હતું. વરતેજના રહેવાસી નિલેશ મકવાણાએ પરીક્ષામાં બેસેલા તેના મિત્ર હરદેવ પરમારને વૉટ્સએપના માધ્યમથી જવાબ મોકલી આપ્યા હતા. પોલીસ દ્વારા વધુમાં જણાવ્યું હતું કે હરદેવ પરમારે પોતાના અંગત ફાયદા માટે પ્રશ્નપત્રના ફોટા પાડી બહાર મોકલ્યા હતા. પોલીસ હવે ત્રણ શખ્સો સામે માત્ર કોપીકેસનો ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા પીએમ મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના પ્રવાસ શરૂ થઈ ગયા છે. આગામી એપ્રિલ માસમાં પીએમ મોદી ગુજરાતમા બે વખત ગુજરાત પ્રવાસે આવી શકે છે. 15 એપ્રિલે PM મોદી વલસાડના પ્રવાસે આવી શકે છે. વલસાડના ધરમપુરની શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલના લોકાર્પણ કાર્યક્રમમાં પીએમ મોદી ઉપસ્થિત રહી શકે છે. જ્યારે 24મી એપ્રિલે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગર મુલાકાતે આવે તેવી શક્યતા છે. આયુષ મંત્રાલય હેઠળ જામનગરમા WHO ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનના સ્થાપમાં કાર્યક્રમમા પીએમ મોદી હાજર રહી શકે છે.