પાટણઃ પાટણના દેલમાલ ગામમાં ગીતા રબારીના શૂટિંગમાં સોશલ ડિસ્ટંસિગના નિયમોનો ભંગ થતા ફરિયાદ દાખલ થઈ છે. 150થી વધુ લોકોને એકઠા કરવા બાબતે ચાર શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. 27 જાન્યુઆરીએ દેલમાલ ગામમાં આવેલ મંદિરમાં ગીતા રબારીનું આરતીનું શૂટિંગ ચાલી રહ્યું હતું જ્યાં ગીતા રબારીએ લોકો વચ્ચે હાજર રહ્યા હતા અને માસ્ક પહેર્યું નહોતું. એટલું જ નહી સોશિયલ ડિસ્ટન્સનું પણ પાલન કરવામાં આવ્યું નહોતું. જેથી અમિત દેસાઈ, ધર્મેશ દેસાઈ, ભાવેશ દેસાઈ અને વિષ્ણુ દેસાઈ નામના શખ્સો સામે ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.


ધંધુકામાં કિશન ભરવાડ હત્યા કેસમાં પાકિસ્તાન કનેક્શન બાદ નવો ખુલાસો


ધંધૂકામાં માલધારી યુવકની હત્યાના સમગ્ર  ગુજરાતમાં પડઘા પડી રહ્યાં છે. હત્યાના વિરોધમાં ઠેર-ઠેર હિંદુ સંગઠનો દ્વારા બંધ અને રેલી  યોજવામાં આવી રહી છે.  કિશનની શબ્બીર ઉર્ફે શાબા ચોપડા અને ઈમ્તિયાઝ પઠાણ ગોળી મારીને હત્યા કરી હતી. જો કે હવે આ કેસના તાર ધંધૂકાથી અમદાવાદ થઈને મુંબઈ અને દિલ્હી સુધી પહોંચ્યા છે. આ કેસમાં પાકિસ્તાન કનેક્શનની સાથે સાથે સ્લીપર સેલ એક્ટિવ હોવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.


આ કેસમાં અત્યાર સુધીમાં શબ્બીર,ઇમ્તિયાઝ તથા બે મૌલવી કમરગની ઉસ્માની અને ઐયુબ જાવરવાલા તથા અજીમ સમા, વસીમ બચા મળીને કુલ 6 લોકોની ધરપકડ થઈ ચૂકી છે. માત્ર એટલું જ નહીં આ લોકો સાથે અન્ય લોકો પણ સંકળાયેલા હોવાનું પોલીસનું માનવું છે.  એજન્સીઓની સાથે નેશનલ એજન્સીના અધિકારીઓએ પણ અનેક નંબર સ્કેનિગમાં મુક્યાં છે. 


ધંધુકામાં કિશન બોળિયા નામના માલધારી યુવકની હત્યા કેસમાં દરરોજ નવા નવા ચોંકાવનારા ધડાકા થઈ રહ્યા છે. હવે આ કેસમાં હત્યાના તાર પાકિસ્તાન સુધી જતા હોવાનું બહાર આવ્યું છે. પોલીસે આ કેસમાં  જમાલપુર વિસ્તારમાં રહેતા આરોપી મૌલવી ઐયુબ જાવરવાલાની ધરપકડ થતાં અનેક ખુલાસા થયા છે.