Gir Somnath News: ઘેટા-બકરા અને વાહનોની ખરીદીના બહાને 59 લોકોને છેતરનાર ઠગબાજની ગીર સોમનાથ પોલીસે ધરપકડ કરી છે. મળતી માહિતી પ્રમાણે જિલ્લાનાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી. જેની તપાસમાં તમામનું એક જ કનેક્શન ડારી ગામના અમર હાજી જીકાનીનું નિકળતા પોલીસે તાત્કાલિક ઠગબાજને દબોયો હતો.


તપાસમાં ખુલાસો થયો કે, આરોપીએ અત્યાર સુધીમાં 59 લોકોને પોતાની જાળમાં ફસાવી 52 લાખથી વધુ રૂપિયા ખંખેરી ચૂક્યો છે. તો પોલીસ તપાસમાં હજુ પણ ચોંકાવનારા ખુલાસાની શક્યતા છે.


સુરતમાં લાખોની છેતરપિંડી


જેમ જેમ આર્થિક વ્યવહારમાં ડિજીટલનું ચલણ વધી રહ્યું છે તેમ તેમ છેતરપિંડીના કેસમાં વણ વધારો થઈ રહ્યો છે. સુરતમાં કડોદરાના લાકડાના વેપારી સાથે આ રીતે જ કોઈએ લાખોની છેતરપિંડી કરી છે. વેપારી પાસે ઓનલાઈન એપ ડાઉનલોડ કરાવી આ છેતરપિંડી કરવામાં આવી છે.


કડોદરાના લાકડાના વેપારીએ માણેકપોરનાં વેપારીને પૈસા ટ્રાન્સફર કર્યા હતાં. જોકે પૈસા ટ્રાન્સફર ન થતાં કસ્ટમર કેરમાં ફોન કર્યો હતો. કસ્ટમર કેરમાં ફેક નંબર પર કોલ લાગી જતા ચીટરે ખેલ પાડી દીધો હતો. પૈસા પરત આવી જશેની બાંહેધરી આપીને એનિડેસ્ક નામની એપ ડાઉનલોડ કરાવી હતી. આ એપની મદદથી ચીટરે વેપારીના ખાતામાંથી 14.93 લાખ ટ્રાન્સફર કરી લીધા હતા. આ મામલે કડોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.


આજના સમયમાં લગભગ દરેક કામ કરવાની રીત બદલાઈ ગઈ છે. પહેલા કરતાં હવે વસ્તુઓ કરવાનું સરળ લાગે છે. લગભગ દરેક ક્ષેત્રમાં પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. જેમ કે- બેંકિંગ ક્ષેત્ર. અહીં પણ ઘણું બદલાઈ ગયું છે. હવે લગભગ દરેક કાર્ય માટે બેંકમાં જવાની જરૂર નથી, કારણ કે હવે ઘણા કાર્યો ઓનલાઈન બેંકિંગ અથવા ફોન બેંકિંગ વગેરે દ્વારા કરી શકાય છે. તે જ સમયે, ઘણા લોકો કસ્ટમર કેર સાથે વાત કરવા માટે નંબરો શોધે છે અને આજકાલ લોકો દરેક વસ્તુ માટે Google પર જાય છે. તેવી જ રીતે, લોકો Google પર કસ્ટમર કેર નંબર પણ સર્ચ કરે છે, પરંતુ રાહ જુઓ, જો તમે પણ Google પર બેંક સંબંધિત નંબરો જેમ કે કસ્ટમર કેર નંબર વગેરે સર્ચ કરો છો, તો આ ન કરો. અન્યથા તમે છેતરાઈ શકો છો. હા, આ વાત સાચી છે. તો ચાલો જાણીએ કે આવું કેમ ન કરવું જોઈએ અને તમે કસ્ટમર કેર નંબર ક્યાંથી મેળવી શકો છો.