Panchmahal News: પંચમહાલના હાલોલ ના તાડીયા ડેમ મા પશુ ચરાવવા ગયેલા વ્યકતિ પર મગરે હુમલો કર્યો હતો. જેમાં તેનું કમકમાટીભર્યું મોત થયું હતું. વાઘબોડ ગામના પર્વત નાયક પશુ ચરાવવા માટે તાડિયા ડેમ નજીક ગયાં હતા, જ્યા તેઓ પાણી પીવા ગયા ત્યારે અચાનક મગરે તરાપ મારી હુમલો કર્યો હતો. બનાવની જાણ થતા સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને તરવૈયાઓએ જાળની મદદથી મૃતદેહ બહાર કાઢ્યો હતો. મહાકાય મગર પણ જાળ ફસાઈ જતાં સ્થાનિકો દ્વારા બહાર કાઢવાનો પ્રયાસ કરવામાં આવતા ઝાળ તૂટી ગઈ હતી.
ભાજપનો 44મો સ્થાપના દિવસ
ભારતીય જનતા પાર્ટી આજે તેનો 44મો સ્થાપના દિવસ ઉજવી રહી છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ ભાજપ મુખ્યાલયમાં પાર્ટીના સ્થાપના દિવસના અવસર પર ધ્વજ ફરકાવ્યો. આ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશભરના કાર્યકર્તાઓને સંબોધિત કર્યા. પીએમ મોદીએ બીજેપી કાર્યકર્તાઓને સંબોધતા કહ્યું કે આજે આપણે દેશના ખૂણે ખૂણે ભગવાન હનુમાનની જન્મજયંતિની ઉજવણી કરી રહ્યા છીએ. આજે પણ હનુમાનજીનું જીવન ભારતની વિકાસ યાત્રામાં આપણને પ્રેરણા આપે છે. જ્યારે લક્ષ્મણજી પર સંકટ આવ્યું ત્યારે હનુમાનજી આખો પર્વત જાતે લઈ આવ્યા હતા. આ પ્રેરણાથી ભાજપ પણ પરિણામ લાવવા માટે લોકોના પ્રશ્નોનું નિરાકરણ લાવવાનો પ્રયાસ કરતો આવ્યો છે, કરતો રહેશે.
પીએમ મોદીએ કહ્યું, 'ભારત સમુદ્ર જેવી મહાન શક્તિઓનો સામનો કરવા માટે પહેલા કરતા વધુ તૈયાર છે. હનુમાનજી પોતાના માટે કંઈ કરતા નથી, બીજા માટે બધું જ કરે છે. જ્યારે હનુમાનજીને રાક્ષસોનો સામનો કરવો પડ્યો ત્યારે તેઓ ખૂબ જ કઠિન બની ગયા હતા, તેવી જ રીતે ભારતમાં કાયદા અને ભ્રષ્ટાચારની વાત આવે ત્યારે ભાજપ પણ અઘરું બની જાય છે.
PM મોદીએ કહ્યું, આજે ભાજપ વિકાસ અને વિશ્વાસનો પર્યાય છે… તે નવા વિચારોનો પર્યાય છે અને દેશની વિજય યાત્રામાં મુખ્ય સેવક તરીકે તેની ભૂમિકા ભજવી રહી છે. ભાજપ સબકા સાથ-સબકા વિકાસ-સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસના મંત્ર સાથે કામ કરે છે. અમે હંમેશા અમારા હૃદય અને કાર્યશૈલીમાં સામાજિક ન્યાય અને સશક્તિકરણને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી છે.
આ પણ વાંચોઃ
Gandhinagar: મુખ્યમંત્રી કાર્યાલયમાંથી વધુ એક અધિકારીની હકાલપટ્ટી, જાણો વિગત