દરમિયાન તળાવની બાજુમાં ઢોર ચરાવતો ગોવાળ આ જોઇ જતા તેણે આસપાસના લોકોને જાણ કરી હતી અને સ્થાનિકોએ તળાવમાં કૂદેલા પાંચમાંથી ત્રણ લોકોને બચાવી લીધા હતા જ્યારે બેના મૃત્યુ થયા હતા.શબીર રાઠોડ, તેમની પત્ની રૂખસાના અને ચાર વર્ષીય પુત્ર એહમદને બચાવી લેવામાં આવ્યા હતા જ્યારે તેમની 10 વર્ષીય પુત્રી રેહાના અને આઠ વર્ષીય પુત્ર મોહમ્મદ મોતને ભેટ્યા હતા. તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ધોરાજીના મોટી મારડ ખસેડવામાં આવ્યા હતા. પાટણવાવ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી.
પોરબંદરના પરિવારે ધોરાજીમાં આવી કર્યો સામૂહિક આત્મહત્યાનો પ્રયાસ, બેના મોત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
18 Sep 2020 06:01 PM (IST)
રાજકોટના ધોરાજીમાં સામૂહિક આત્મહત્યાના પ્રયાસની ઘટનાથી ચકચાર મચી ગઇ હતી.
NEXT
PREV
રાજકોટઃ રાજકોટના ધોરાજીમાં સામૂહિક આત્મહત્યાના પ્રયાસની ઘટનાથી ચકચાર મચી ગઇ હતી. મળતી જાણકારી અનુસાર, ધોરાજીના ભાડેરમાં સામૂહિક આત્મહત્યાનો પ્રયાસ કરી રહેલા એક જ પરિવારના ત્રણ સભ્યોને બચાવી લેવામાં આવ્યા હતા જ્યારે બેના મૃત્યુ થયા હતા. પોરબંદરના શબીર આમદ રાઠોડ નામના ૩૫ વર્ષીય મુસ્લિમ તેના પરિવાર સાથે આત્મહત્યા કરવા માટે ભાડેર ગામ પાસે આવેલા તળાવમાં કૂદ્યા હતા.
દરમિયાન તળાવની બાજુમાં ઢોર ચરાવતો ગોવાળ આ જોઇ જતા તેણે આસપાસના લોકોને જાણ કરી હતી અને સ્થાનિકોએ તળાવમાં કૂદેલા પાંચમાંથી ત્રણ લોકોને બચાવી લીધા હતા જ્યારે બેના મૃત્યુ થયા હતા.શબીર રાઠોડ, તેમની પત્ની રૂખસાના અને ચાર વર્ષીય પુત્ર એહમદને બચાવી લેવામાં આવ્યા હતા જ્યારે તેમની 10 વર્ષીય પુત્રી રેહાના અને આઠ વર્ષીય પુત્ર મોહમ્મદ મોતને ભેટ્યા હતા. તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ધોરાજીના મોટી મારડ ખસેડવામાં આવ્યા હતા. પાટણવાવ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી.
દરમિયાન તળાવની બાજુમાં ઢોર ચરાવતો ગોવાળ આ જોઇ જતા તેણે આસપાસના લોકોને જાણ કરી હતી અને સ્થાનિકોએ તળાવમાં કૂદેલા પાંચમાંથી ત્રણ લોકોને બચાવી લીધા હતા જ્યારે બેના મૃત્યુ થયા હતા.શબીર રાઠોડ, તેમની પત્ની રૂખસાના અને ચાર વર્ષીય પુત્ર એહમદને બચાવી લેવામાં આવ્યા હતા જ્યારે તેમની 10 વર્ષીય પુત્રી રેહાના અને આઠ વર્ષીય પુત્ર મોહમ્મદ મોતને ભેટ્યા હતા. તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ધોરાજીના મોટી મારડ ખસેડવામાં આવ્યા હતા. પાટણવાવ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -