વલસાડ: ફળોનો રાજા કેરીની સીઝન ચાલી રહી છે. અત્યાર સુધી તમે જે પણ કેરી જોઈ હશે અથવા તો કેરીનો સ્વાદ માણ્યો હશે તે કેરી મોટેભાગે  સામાન્ય આકારની જ  હશે. પરંતુ વલસાડ જિલ્લાના એક પ્રગતિશીલ ખેડૂતે અલગ જ આકારની કેરી પકવવાનો નવતર પ્રયોગ કર્યો છે. ખેડૂતો હવે ડિઝાઇનર મેંગો તરફ આગળ વધી રહ્યા છે. વલસાડના ઉમરગામના એક પ્રગતિશીલ ખેડૂતે સામાન્ય આકાર નહીં પરંતુ દિલ  સહિતના વિવિધ આકારની કેરીઓ પકવવાનો નવકાર પ્રયોગ કર્યો છે. 


વલસાડની હાફૂસ કેરી ખૂબ જ જાણીતી


વલસાડ જિલ્લામાં 37,000 હેક્ટરથી વધુ વિસ્તારમાં વાડીઓ આવેલી છે. વલસાડની વલસાડની હાફૂસ કેરી ખૂબ જ જાણીતી છે. સ્વાદના રસિકોમા વલસાડની કેરીની અલગ જ માંગ હોય છે. દર વર્ષે લોકો વલસાડી કેરી ખાવાની રાહ જોતા હોય છે. જોકે મોટાભાગે કેરીનો આકાર એક જેવો જ હોય છે. પરંતુ હવે કેરીઓના પ્રદેશમાં કેટલાક પ્રગતિશીલ ખેડૂતોએ એક નવો જ  પ્રયોગ હાથ ધર્યો છે. 




પ્રગતિશીલ ખેડૂતે ડિઝાઈનર મેંગો કોન્સેપ્ટ શરુ કર્યો


ઉમરગામના બિલિયાના ડાકલે ફાર્ ના પ્રગતિશીલ ખેડૂતે હવે અનોખો ડિઝાઈનર મેંગો કોન્સેપ્ટ શરુ કર્યો છે. જેમાં વિવિધ આકારની કેરીઓને આંબા પર જ પકવવામાં આવે છે. આથી ખેડૂતો કેરીની સામાન્ય આકારની જગ્યાએ ડિઝાઇનર કેરીઓનો એક નવો કોન્સેપ્ટ લાવી રહ્યા છે. જેમાં આ પ્રગતિશીલ ખેડૂતે વિદેશમાંથી સ્પેશિયલ મોલ્ડ મંગાવી અને દિલના આકારની કેરી પકાવી રહ્યા છે. કેરી નાની હોય છે એ વખતથી જ આ વિશેષ મોલ્ડ કેરીના ફળ પર લગાવવામાં આવે છે. ત્યારબાદ ફળ પરિપક્વ થાય છે ત્યારે કેરીના સામાન્ય આકાર નહીં પરંતુ દિલ કે જે તે  મોલ્ડના આકારની કેરી બની જાય છે. આ ખેડૂતે સોશિયલ મીડિયામાં વિદેશી ખેડૂતોના આવા નવતર પ્રયોગને જોઈ તેમાંથી પ્રેરણા લઈ આ પહેલ કરી છે.




અન્ય કેરીની સરખામણીમાં આનો ભાવ વધુ


ઉમરગામના આ પ્રગતિશીલ ખેડૂતે આ વખતે મોલ્ડમાં ડિઝાઇનર મેંગોનો કોન્સેપ્ટ શરૂ કર્યો છે. જેને જોવા આજુબાજુના વિસ્તારના ખેડૂતો આ વાડીની મુલાકાત લઈ પ્રેરણા લઈ રહ્યા છે.  જો સફળ થાય તો આગામી સમયમાં મોટા પ્રમાણમાં ડિઝાઇનર મેંગો પકવવામાં આવશે. આ ડિઝાઇનર મેંગો અને બજારમાં અન્ય કેરીઓની બાજુમાં રાખવામાં આવે તો સામાન્ય રીતે આ ડિઝાઇનર મેંગોનો આકાર જોઈને લોકો આ કેરી તરફ આકર્ષાતા હોય છે. બજારમાં અન્ય કેરીઓની સરખામણીમાં આનો ભાવ પણ વધુ મળશે. આ કારણે અન્ય ખેડૂતો પણ આ ડિઝાઇનર મેંગોના કોન્સેપ્ટ વિશે વિચારી રહ્યા છે.


ઉમરગામના પ્રગતિશીલ ખેડૂતના પ્રયાસ બાદ હવે આ ડિઝાઇનર મેંગોનો કોન્સેપ્ટ અન્ય ખેડૂતો સુધી પહોંચી રહ્યો છે. આથી જો આ પ્રયોગને સફળતા મળે તો હવે આગામી સમયમાં સામાન્ય આકારની જ કેરીઓ નહીં પરંતુ દિલ સહિત વિવિધ આકારની અને તમને પસંદ હોય તેવા શેપમાં ખેડૂતો કેરીઓનો આકાર ડિઝાઇન કરીને આપના સુધી પહોંચાડશે.