અમદાવાદઃ દિવસેને દિવસે ગુજરાત રાજ્યમાં કોરોનાને પ્રકોપ વધતો જઈ રહ્યો છે. અનલોક જાહેરત કર્યા બાદ સતત કોરોના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. બીજી બાજુ અમદાવાદમાં પણ એગ્રેસીવ ટેસ્ટિંગ કરવામાં આવતા કોરોનાના કેસમાં અને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનની યાદીમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આ સાથે જ ગઈકાલે 22 નવા સ્થલોને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં સમાવેશ કરવામાં આવ્યો છે.


ગઈકાલે એમસીએ બહાર પાડેલી નવી યાદી અનુસાર કુલ માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનની સંખ્યા વધીને 382એ પહોંચી ગઈ છે. ગઈકાલે એક જ દિવસમાં નવા 22 વિસ્તારો/સોસાયટીનો માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનનો સમાવેશ કરવામાં આવ્યો હતો. તો આ સાથે જ જુના 24 વિસ્તારો/સોસાયટીઓને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં હટાવવામાં આવી હતી.

નવા માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં જેનો સમાવેશ કરવામાં આવ્યો છે તેમાં અનોખી એપાર્ટમેન્ટ મણીનગર, હરેકૃષ્ણપાર્ક વટવા, કમલેશ્વરપાર્ક ઘોડાસર, ચંદનનગર નારોલ, રત્નદિપ સોસા. વટવા, વિજયનગર નારોલ, હરિકૃપા એપા. રામોલ, અંબીકાનગર સરખેજ, શ્રીનંદનગર વેજયપુર, સુલય રેસી. સરખેજ, ઓર્ચિડ એલેગાન્સ બોપલ, ઈસ્કોન પ્લેટિનમ બોપલ, શુભ દર્શન જોધપુર, વ્રજભૂમિ રેસી. નરોડા, લક્ષ્મીવિલા નરોડા, મનમંદિર ફ્લેટ ઈન્ડિયા કોલોની, ઓલ્ડ જીવોર્ડ કુબેરનગર, આર્યન ગોતા, શેતુ વાટિકા ગોતા, આઈસીબી પાર્ક ચાંદલોડિયા, ગાંધીપાર્ક વિરાટનગર, બાલાજી એવન્યુ નિકોલ વગેરે વિસ્તારોનો સમાવેશ થાય છે.

નોંધનીય છે કે, ગઈકાલે રાજ્યમાં સતત સાતમા દિવસે 1300થી વધારે કેસ નોંધાયા હતા. આજે 1330 કોરોનાના કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે વધુ 15 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3123 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 16514 એક્ટિવ કેસ છે, જ્યારે 86034 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 89 દર્દી વેન્ટીલેટર પર છે અને 16425 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 105,671 પર પહોંચી છે.

ક્યાં કેટલા થયા મોત

રાજ્યમાં આજે સુરત કોર્પોરેશનમાં 4, અમદાવાદ કોર્પોરેશનમાં 3, સુરતમાં 2, અમરેલીમાં 1, બનાસકાંઠામાં 1, ભાવનગરમાં 1, રાજકોટ કોર્પોરેશનમાં 1, વડોદરામાં 1 અને વડોદરા કોર્પોરેશનમાં 1 મળી કુલ 15 લોકોના મોત થયા હતા.

ક્યાં કેટલા નોંધાયા કેસ

સુરત કોર્પોરેશનમાં 175, અમદાવાદ કોર્પોરેશનમાં 149, સુરત 111, રાજકોટ કોર્પોરેશનમાં 96, જામનગર કોર્પોરેશનમાં 94, વડોદરા કોર્પોરેશનમાં 91, રાજકોટમાં 52, વડોદરામાં 37, કચ્છમાં 35, સુરેન્દ્રનગરમાં 35, ભાવનગર કોર્પોરેશનમાં 31, પંચમહાલમાં 30, મોરબી 27, અમરેલી 24, અમદાવાદ 23, મહેસાણામાં 22, ભરૂચ અને ગાંધીનગરમાં 20-20 કેસ નોંધાયા હતા.